જુગાર ધામ શરૂ થયાની ગંધ આવી જતાં પોલીસે લોદરા ગામ માંથી 12 શકુનિઓને ઝડપી લીધાં..

Spread the love

માણસા તાલુકાના લોદરા ગામના ઘીકાંટા વિસ્તારમાં જાહેરમાં જુગાર ધામ શરૂ થયાની ગંધ આવી જતાં માણસા પોલીસે દરોડો પાડીને 12 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી 23 હજારથી વધુની રોકડ તેમજ નવ મોબાઇલ ફોન મળીએ કુલ રૂ. 47 હજાર 370 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પીએસઆઇ મહિપતસિંહ અજીતસિંહ વાઘેલા પોતાની ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલી કે, લોદરા ગામે ઘીકાંટા વિસ્તારમાં આવેલ દિપકસિંહ જગતસિંહ રાજપૂતના ઘરની સામે આવેલ આર.સી.સી.રોડ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેનાં પગલે પોલીસે બાતમી વાળી જગ્યાને ચારે દિશામાંથી કોર્ડન કરીને દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસને જોઈને જુગારીઓનાં મોતિયા મરી ગયા હતા. ત્યારે પોલીસે તમામને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી દરોડાની કાર્યવાહી હાથ ધરતા દાવ પરથી 2710 રોકડા તેમજ જુગારીઓની અંગ ઝડતી લેતા 21 હજાર 160 રોકડા મળીને કુલ રૂ. 23 હજાર 870 ની રોકડ ઉપરાંત 23 હજાર 500 ની કિમંતનાં 9 મોબાઇલ પણ જુગારીઓ પાસેથી મળી આવ્યા હતા.

બાદમાં પોલીસે તમામની કડકાઈથી પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ દિપકસિંહ જગતસિંહ રાજપુત, ઉમેશ દિલીપભાઈ સોની, લાભુભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, શંભુભાઈ કચરાભાઈ પટેલ, બળવંતજી નારાયણજી મકવાણા, રાયચંદજી મોતીજી ઠાકોર, હર્ષદસિંહ જગતસિંહ દરબાર, જીવણલાલ માધવલાલ રાવળ, પંકજકુમાર અંબાલાલ પટેલ, રાયાભાઈ ઉર્ફે સુરેશભાઈ કરશનભાઈ ઠાકોર, શૈલેષભાઈ ઈશ્વરભાઈ પટેલ તેમજ મહેશકુમાર સોનાજી મકવાણા (તમામ રહે. લોદરા) હોવાનું જણાવ્યું હતું. આ તમામ જુગારીની પોલીસે જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com