કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે પોલીસે કરેલા દુર્વ્યવહારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પણ રોષ ફેલાયો છે. જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી પોલીસ વિરુદ્ધ દેખાવ કર્યા હતા. અને યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી રોષ ઠાલવ્યો. યુપીના હાથરસ જઈ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અટકાયત અને પોલીસ સાથે થયેલા ઘર્ષણને લઈ દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ છે. વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને ઉત્તર પ્રદેશ પોલીસ અને સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા.