ભારતમાં રૂ. ૮,૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સાંડેસરા બંધુઓના સ્ટર્લિંગ ગૃપની સબસીડરી કંપનીએ ચાર દિવસ પહેલા નાઇજીરિયન સરકાર સાથે ગેસ અને ઓઇલ ફિલ્ડના વિકાસ અને વેપાર માટે ૬૦૦ મિલિયન ડોલર (આશરે રૂ૪,૪૧૩ કરોડ રૂપિયા)નો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો ભારતમાં જે દિવસે તેમને ઇએફઓ એક્ટ હેઠળ ભાગેડુ જાહેર કરાયા તે દિવસે જ આ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યા હતા.
નાઇજીરિયન નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એનએનપીસી) અને ‘ચિપકો’ (સ્ટર્લિંગ એક્સપ્લોરેશન એન્ડ એનર્જિ પ્રોડકશન કંપની)એ જાહેરાત કરી છે કે નાઇજીરિયાના અબુજા ખાતે આવેલ ઓઇલ માઇનિંગ લીઝ (ઓમએલ-૧૪૩) માટે કરાર કરવામાં આવ્યા છે. ઓઇલ અને ગેસ નું ઉત્પાદન કરીને તેનું માર્કેટિંગ કરવાની જવાબદારી છીપ કોની રહેશે અને આ માટે સીપકો 500 મિલિયન ડોલરનું રોકાણ કરશે.
ઉલ્લેખનિય છે કે સીપકો સાંડેસરા બંધુઓના સ્ટર્લિંગ ગૃપની જ કંપની છે. સાંડેસરા ગૃપ સામે ભારતની બેંકોમાંથી ૮,૧૦૦ કરોડ રૂપિયા ઉપરાંતની લોન લઇને તે રૂપિયા વિદેશોમાં ટ્રાન્સફર કરાયા હોવાનો આરોપ છે. ભારતમાં બેંકોનું રૂ૮,૧૦૦ કરોડનું દેવું ભરપાઇ કરવામાં નિષ્ફળ ગયેલ સાંડેસરા બંધુઓ નાઇજીરિયામાં રૂ૪,૪૧૩ કરોડનું રોકાણ કરી રહ્યા છે જે લોકમાનસની શંકાને પ્રબળ બનાવે છે કે સાંડેસરા બંધુઓએ ભારતીય બેંકોના ડૂબાડ્યા નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હશે.