અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક મેઘા તેવાર અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એન.એચ.સવસેટાને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એ.એસ.આઇ. તેજદીપસિંહ વિરમદેવસિંહ તથા અ.હે.કો. ગણેશભાઇ નાકુભાઇને સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકત આધારે, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં 11192061200690/2020 I.P.C કલમ 406, 389, 365, 323, 120B, 504, 506(2) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હીતેષ ઉર્ફે હીતો ગીરીશભાઇ ગોહીલ રહે.હાલ મેઘાણીનગર, ડમરૂ સર્કલ, ગાયત્રી સોસાયટી, મકાન નં ૭૬, માં ભાડેથી, અમદાવાદ શહેર, મુળ રહે. સુરેન્દ્રનગર, લક્ષ્મીનારાયણ સોસાયટી, મકાન નં ૩૪, ડાલમીલ રોડ, સુરેન્દ્રનગર વાળો ગોધાવી ગામથી સાંણદ જતા રોડ ઉપર નર્મદા કેનાલ ખાતેથી મળી આવતા સદરી ઇસમને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ સવસેટા તથા પો.સ.ઇ. શ્રી ડી.વી.ચિત્રા, પો.સ.ઈ શ્રી આઇ.કે.શેખ તથા એ.એસ.આઇ યોગરાજસિંહ નાગભા, ગોવિંદસિંહ દલપુજી, તેજદિપસિંહ વિરમદેવસિંહ, મનુભાઇ વજુભાઇ, વિજયસિંહ જગતસિંહ તથા અ.હે.કો. ગણેશભાઇ નાકુભાઇ તથા આ.પો.કો. હર્ષદભાઇ રામાભાઇ તથા ડ્રા.હે.કો. જયંતિભાઇ સવજીભાઇ નાઓ જોડાયેલ હતાં.