ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જે ગ્રાન્ટ સ્માર્ટસિટી અને મહાનગરપાલિકાઓ માટે દિલ્હીથી 100% મોકલે છે, અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ બે હાથે નહીં પણ ચાર હાથે વિકાસ માટે આપી રહ્યા છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે લાખના બાર હજાર કરીને પાંચ વર્ષમાં તોતિંગ ખોટા ખર્ચાઓ કરીને તિજોરી સફાચટ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રીના ધર્મપત્ની એવા અંજલીબેન રૂપાણી આજે સેક્ટર 21 ગાંધીનગર ખાતે ખરીદી કરવા મુલાકાત લીધી હતી. ત્યારે દરેક જગ્યાએ ગંદકી, ટ્રાફિક, દબાણો, સાફ-સફાઈનો અભાવ જોતાં અંજલીબેન તાડૂક્યાં હતા અને ભાજપના એક હોદ્દેદાર તેમની જી હજુરી માટે આવ્યા હોય તેમ મેડમ મેડમ કરતા હતા. પણ જ્યારે સેક્ટર 21 ની સ્થિતિ જોતાં અંજલીબેન ધુઆપુઆ થઈ ગયા હતા. ત્યારે કરોડો નહીં પણ અબજો રૂપિયાની ગ્રાન્ટ અને ખોબા જેટલા ગાંધીનગરમાં સ્વાહા થઇ જાય અને પ્રશ્નો ગંદકી, દબાણો, સાફ-સફાઈ નો ત્યાં જ રહે તો મહાનગરપાલિકાની જરૂર ખરી?
ગુજરાત સરકારમાં ભાજપ ૨૨ વર્ષથી જે શાસન કરે છે તે વિકાસના કારણે છે, ત્યારે કરોડોના 12 લાખ કરી દેતા અને કામના નામે મીંડુ હોવાના અનેક કિસ્સાઓ સામે આવેલા છે. અત્યારે પેવરબ્લોક ત્રણ વર્ષ પછી ઉખાડીને હવે પાછા નવા નાખવાના કોના બાપની દિવાળી? મુખ્યમંત્રી વિજયભાઈ અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરના કામોની ચકાસણી કરવાની જરૂર છે. આ તો અંજલિબેન પાશેરમાં પોણી કાઢીને તાડૂક્યા છે, ત્યાં હજુ ગાંધીનગરમાં કરોડો ખર્ચ કર્યા બાદ પણ વિકાસના નામે મીંડું જ છે, અંજલીબેન હજુ ઘણા જ એવા વિસ્તારો છે તે ચકાસવાની જરૂર છે ત્યારે પ્રજાનો અવાજ નથી પહોંચ્યો હવે મુખ્યમંત્રી ના ધર્મ પત્ની નો અવાજ પહોંચે છે કે નહીં તે આવનારા દિવસોમાં ખબર પડશે.