એકદમ સરળ બજેટ : અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું 1461 કરોડના વધારા સાથે 12,262.83 કરોડનું બજેટ રજૂ કરાયું

Spread the love

એસજી હાઈવે ઉપર વિશાળ લોટસ ગાર્ડન બનાવવામાં આવશે

બજેટમાં ખાસ કોઈ વધારો કે જોગવાઈ નહિ,રૂ. ૬૩૮૪.૫૦ કરોડની વિકાસ કામો માટે ફાળવણ

અમદાવાદ

મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટી ચેરમેન દેવાંગ દાણી તથા મ્યુ. કોર્પોરેશન ભાજપ નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, ભાજપ દંડક શીતલબેન ડાગા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સને ૨૦૨૪-૨૫ના સ્ટેન્ડીંગ કમિટીએ તૈયાર કરેલ ‘અંદાજપત્ર-એ’ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ  અને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર કાકા, પ્રદેશ સહકોષાધ્યક્ષ અને શહેર પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ  તરફથી શહેરના આજે અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું 1461 કરોડના વધારા સાથે 12,262.83 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.બજેટમાં ખાસ કોઈ વધારો કે જોગવાઈ મૂકવામાં આવી નથી. એકદમ સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે એસજી હાઈવે ઉપર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવવામાં આવશે.કમળની થીમ પર આધારિત આ વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિ વાળું ગાર્ડન બનશે. ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. ફ્લાવર શોને જે રીતે પ્રતિસાદ મળ્યો છે તેને લઈને હવે શહેરીજનોને આ અદ્યતન ગાર્ડન મળશે. ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની પ્રાથમિક સુવિધાઓ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.શહેરમાં ફૂડની એક અદ્યતન લેબોરેટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીજવસ્તુઓ ઉપરાંત હવે ફળ અને શાકભાજીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. જો કેમિકલયુક્ત કોઈ પણ હશે તો તેની તરત માહિતી મળી રહેશે. મીઠાખળી ખાતે બે ટાવરના એક અર્બન હાઉસ આમાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશનને નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા પ્રોપર્ટી ટેક્સમાં અગાઉ 10 ટકા રિબેટ આપવામાં આવતું હતું. જેમાં 12 ટકા રિબેટ આપવામાં આવશે. જે નાગરિકો એડવાન્સ ઓનલાઈન ટેક્સ ચૂકવશે તેમાં એક ટકા ઓનલાઇન એમ 13 ટકા રીબેટ આપવામાં આવશે. જે ટેક્સ ધારકે સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવે તેને વધુ બે ટકા અને ઓનલાઈન 1 ટકા આમ કુલ 15 ટકા રીબેટ આપવામાં આવશે. એપ્રિલ મહિનાથી વર્ષ 2024-25ના વર્ષ માટે એડવાન્સ ટેક્સની સ્કીમ મૂકવામાં આવશે.

અમદાવાદ બનાવવાના ભાગરૂપે વિવિધ પ્રકારની એપ્લિકેશનને વિકસાવવામાં આવશે. બીયુ પરમિશન અને પ્લાન પાસિંગ માટેની એપ્લિકેશન વગેરે પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવશે. જેથી નાગરિકોને સરળતા રહેશે. શહેરમાં સીસીટીવી નેટવર્કને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. થર્ડ આઈ પ્રોજેક્ટ તરીકે નવા અદ્યતન સીસીટીવી કેમેરા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવશે.10 કરોડના ખર્ચે બાળ વાટિકાથી ધો. 4 સુધીના બાળકોને દૂધ અને પાવડર અપાશે.રૂ. 20 કરોડના ખર્ચે શહેરમાં લોટસ(કમળ) ગાર્ડન બનશે.રૂ. 20 કરોડના ખર્ચે AMCની હોસ્પિટલમાં કેન્સર યુનિટ ઊભું કરવામાં આવશે. રૂ. 2 કરોડના ખર્ચે વસ્ત્રાલ, વટવા, ચાંદલોડિયા, જોધપુર અને સરદારનગરમાં પર્યાવરણ વન બનશે.એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટ આપવા જોગવાઈ.નવા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત.વાહન વ્યવહાર ટેક્સ યથાવત.રૂ. 45 કરોડના ખર્ચે કઠવાડામાં ગૌશાળા.રૂ. 50 લાખના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી, રૂ. 1 કરોડના ખર્ચે રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડર પાસ બનાવવા આયોજન.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com