ગાંધીનગરમાં નવી કોર્ટ બિલ્ડીંગ પાસે વકીલોને બેસવા માટે અલગથી બિલ્ડીંગ બનાવો : બાર એસસિયેશનની રજૂઆત…

Spread the love

ગાંધીનગર રામનાથ મેદાન ખાતે 41,037 ચો.મી વિસ્તારમાં 136 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટનું નિર્માણ કરવામાં આવનાર છે. ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિયેશન નવી કોર્ટ બિલ્ડીંગ પાસે વકીલોને બેસવા માટે અલગથી બિલ્ડીંગ બનાવવા 9 હજાર ચો.મી જમીનની ફાળવણી કરવા માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજને લેખિતમાં રજૂઆત કરી ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.

ગાંધીનગર કોર્ટનું હાલનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 7138 ચો.મીટર છે. જ્યારે નવી કોર્ટ બિલ્ડીંગ 41,037 ચો.મી વિસ્તારમાં બનવાની છે. 136 કરોડના ખર્ચે નવી અદ્યતન સુવિધાઓથી સજ્જ જિલ્લા કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરી વીડિયો કોન્ફરન્સ સહિતની સગવડો ઊભી થવાની છે. આ સિવાય પક્ષકારો માટે મીડીએશન સેન્ટર સાથે 28 કોર્ટ હાઉસની સુવિધા ઉપલબ્ધ થનાર છે. નિર્માણાધીન કોર્ટ બીલ્ડીંગમાં વકીલોને બેસવા માટે અત્યાધુનિક બાર રૂમ અને મહિલા વકીલો માટે લેડીઝ બાર રૂમ, સ્ટાફની કાર્યક્ષમતા વધારવા માટે અત્યાધુનિક સ્ટાફ રૂમ તથા રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ બનાવવામાં આવનાર છે.

આ અંગે ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન

(GDBA) પ્રમુખ લાલસિંહ ગોહિલ, સંયોજક સલીમ મોદન

તેમજ રાયમલ દેસાઈએ કહ્યું કે, હાલમાં જિલ્લા કોર્ટ ખાતે

કાર્યરત બાર એસોસિયેશનમાં રજીસ્ટર્ડ તથા પ્રેકટીસ કરતા

વકીલોની સંખ્યા આશરે 2 હજારથી વધુ છે. વકીલોની

સંખ્યા આવનાર 5 વર્ષમાં પાંચ હજાર થઈ શકે તેવી ધારણા

છે. હાલમાં નવીન બાંધકામ થનાર કોર્ટ બિલ્ડીંગમાં નકકી

થયેલ મુજબ જો એક જ ફલોર ઉપર એડવોકેટ સીટીંગ

આપવામાં આવે તો તે ઓછુ પડી શકે તેમ છે. વધુમાં

હાલમાં બાંધકામ થનાર કોર્ટ બિલ્ડીંગના પ્લાન અને એસ્ટીમેટ

પણ ગુજરાત હાઈકોર્ટ તથા સરકાર દ્વારા મંજૂર કરી ઈંટ

પણ ફાળવાઈ ગઈ છે.

હાલમાં બાંધકામ થનાર નવીન કોર્ટ બિલ્ડીંગના પ્રિમાઇસીસની બાજુમાં જો કોઈ સરકારી જમીન પડતર હોય તો ત્યાં એડવોકેટ સીટીંગ માટે અલગથી બિલ્ડીંગ બનાવી શકાય એમ છે. જેથી કોર્ટમાં અવર-જવરમાં પણ તકલીફ ન પડે તેમજ ભવિષ્યનો વિચાર કરતા એડવોકેટ સીટીંગ માટે પણ કોઈ તકલીફ ઉભી ન થાય.જે વકીલો તથા અસીલોના હિતમાં રહે. આથી નિર્માણાધીન નવીન કોર્ટ બિલ્ડીંગના પ્રિમાઈસીસની બાજુમાં જો કોઈ સરકારી જમીન પડતર હોય, તો ત્યાં એડવોકેટ સીટીંગ માટે અલગથી બિલ્ડીંગ બનાવી શકાય તે હેતુથી આશરે 9 હજાર ચો.મી. જમીન ફાળવી આપવા ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સમક્ષ લેખિતમાં રજૂઆત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *