ઇડબલ્યુ-1 કાર્યોમાં 320 કિમી/કલાકની ઝડપ માટે યોગ્ય 2 x 25 કેવી વીજળીકરણ પધ્ધતિની ડિઝાઇન, ઉત્પાદન, પુરવઠો, બાંધકામ, સ્થાપન, પરીક્ષણ અને કમિશનિંગનો સમાવેશ થાય છે, જેમાં જાપાનીઝ શિંકનસેન પધ્ધતિ આધારિત ટ્રેક્શન પાવર સપ્લાયનો સમાવેશ થાય છે.
અમદાવાદ
મુંબઈ અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (એમએએચએસઆર) પ્રોજેક્ટના અમલીકરણમાં પ્રગતિ તરફના એક મહત્વના પગલાના ભાગરૂપે ઈડબલ્યુ-1 પેકેજ હેઠળ ઈલેક્ટ્રિકલ કાર્યો હાથ ધરવા, એનએચએસઆરસીએલે મેસર્સ સોજિત્ઝ અને એલએન્ડટી કન્સોર્ટિયમ સાથે એમડી/એનએચએસઆરસીએલ, એનએચએસઆરસીએલના નિર્દેશકો, વરિષ્ઠ અધિકારીઓ અને એમએલઆઈટી જાપાન (જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને પ્રવાસન મંત્રાલય), જેઆઈસીએ (જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી), જાપાની દૂતાવાસ અને જાપાન એચએસઆર ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કંપનીના પ્રતિનિધિઓની હાજરીમાં, એક અનુબંધ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અનુબંધ કરાર પર હસ્તાક્ષર જાપાની શિંકનસેન તકનીક પર આધારિત ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન કામગીરી માટે વિસ્તૃત સહયોગ માટે એક માપદંડ સ્થાપિત કરે છે.ઇડબલ્યુ-1 કાર્યોમાં 320 કિમી/કલાકની ઝડપ માટે યોગ્ય 2 x 25 કેવી વીજળીકરણ પધ્ધતિની ડિઝાઇન, ઉત્પાદન, પુરવઠો, બાંધકામ, સ્થાપન, પરીક્ષણ અને કમિશનિંગનો સમાવેશ થાય છે, જેમાં જાપાનીઝ શિંકનસેન પધ્ધતિ આધારિત ટ્રેક્શન પાવર સપ્લાયનો સમાવેશ થાય છે.
આશરે 508 કિલોમીટરના સમગ્ર એમએએચએસઆર કોરિડોર માટે, તેમાં ટ્રેક્શન સબસ્ટેશન (ટીએસએસ)-14 નંગ, સેક્શનિંગ પોસ્ટ (એસપી)-11 નંગ, સબ-સેક્શનિંગ પોસ્ટ (એસએસપી)-19 નંગ, અને ઓટો ટ્રાન્સફોર્મર પોસ્ટ (એટીપી)-1 નંગ, ઓવરહેડ ઉપકરણ (ઓએચઇ): મેઇનલાઇન: 508 રૂટ કિ.મી., ડબલ લાઇન અને 3 ડેપો: સુરત, સાબરમતી અને થાણે, 11 કેવી બેકબોન અને 125 થી વધુ સબસ્ટેશન્સ અને સંલગ્ન સિવિલ યુટિલિટી મથકો, તાલીમ સંસ્થાના સાધનો, વિગતવાર વિતરણ પ્રણાલી સાથે વગેરે.