ગુજરાતમાં કોરોના વાયરસ બે ફામ બન્યો છે, ત્યારે ચૂંટણીપંચ ધ્વારા 8 પેટા ચૂંટણીની મંજૂરીથી ગરમાવો રાજકારણમાં આવી ગયો છે, ત્યારે આ પેટાચૂંટણી જીતવા કોંગ્રેસ પણ એડીથી ચોટીનું જોર લગાવવા મક્કમતાની સાથે ચૂની-ચુનીને ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરીને મહોર લગાવી છે. ત્યારે કેન્દ્રના નેતા એવા અહેમદ પટેલે વીડિયો કોન્ફરન્સથી મહોર મારી છે, ત્યારે રાજીવ સાતવને વિશ્વાસમાં લઈને લિસ્ટ મોકલવામાં આવ્યું છે,
કરજણ બેઠક પરથી કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ મેદાને ઉતારી શકે છે. કરજણમાં કિરીટસીંહ જાડેજા અને ધર્મેશ પટેલ પણ દાવેદાર છેલિંબડીમાં ભગીરથસીહ રાણા, કલ્પના મકવાણા નું નામ મોખરે છે. તો લીંબડીમાં ચેતનભાઇ ખાચર નું નામ પણ પેનલમાં સામેલ છે. ધારીમાં વિરજી ઠુંમર ના દિકરી જેનીબેન ઠુંમર નું નામ મોખરે છે. ધારીનાં સુરેશ કોટડીયા અને કે. કે. ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે. જયારે અબડાસામાં શાંતિલાલ સંધાણી ધારીમાં સુરેશ કોટડીયા અને કે. કે. ચૌહાણનું નામ પણ ચર્ચામાં અને કિશોરસિંહ જાડેજા નું નામ મોખરે છે અને રાજેશ આહિરનું અબડાસાની પેનલમાં નામ સામેલ છે. કપરાડા બેઠક પરથી હરેશ પટેલ અને વસંત પટેલનું નામ આગળ છે. સોમાં બાત્રીનો પણ કોંગ્રેસની પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડાંગમાં સૂર્યકાન્ત ગાવિત અને મુકેશ પટેલ નું નામ આગળ છે. ડાંગ બેઠક પરથી ચંદ્ર ગાવિત નું પણ પેનલમાં નામ સામેલ છે. મોરબીમાં કિશોર ચિખલિયા અને જયંતિલાલ પટેલનું નામ આગળ છે. ગઢડામાં મોહન સોલંકી અને ડી. જે સોસાનું નામ મોખરે છે તો વળી ગઢડા બેઠક પરથી જગદીશ ચાવડાનું નામ પણ પેનલમાં સામેલ છે.
કોંગ્રેસની બેઠક વાઇઝ કાચુ લિસ્ટ
અબડાસા : રાજેશ આહિર અથવા પીસી ગઢવી શાંતિલાલ સંઘાણી, કિશોરસિંહ જાડેજા, કપરાડા, હરેશ પટેલ, વસંત પટેલ, સોમા બાત્રી, ડાંગ, સુર્યકાંત ગાવિત, મુકેશ પટેલ, ચંદ્ર ગાવિત
કરજણ : સિદ્ધાર્થ પટેલ, કિરીટ સિંહ જાડેજા, ધર્મેશ પટેલ અથવા રિતેશ પટેલ, લિંબડી, ભગીરથસિંહ રાણા ચેતનભાઇ ખાચર કલ્પના મકવાણા
મોરબી : જયંતિલાલ પટેલ કિશોર ચીખલીયા,
ગઢડા : જગદીશ ચાવડા, મોહન સોલંકી, ડી જે સોસા,
ધારી : જેનીબેન ઠુંમર, સુરેશ કોટડીયા, કે કે ચૌહાણ
3 નવેમ્બરે યોજાશે 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. 3 નવેમ્બરે 8 બેઠકો માટે મતદાન યોજાશે. 10 તારીખે જાહેર થશે 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા બેઠક પર મતદાન યોજાશે.
કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતા આ બેઠકો ખાલી પડી છે. અબડાસા થી પ્રદ્યુમનસિંહ જાડેજા નું રાજીનામું, મોરબીમાંથી બ્રિજેશ મેરજાનું રાજીનામું, કપરાડા માંથી અક્ષય પટેલનું રાજીનામું, ગઢડામાંથી પ્રવીણ મારૂ નું રાજીનામું, ધારીમાંથી જે વી કાકડીયાના રાજીનામું, કપરાડા માંથી જીતુ ચૌધરી નું રાજીનામું, ભાજપ 103, કોંગ્રેસઃ 65, બીટીપી 02, એનસીપી: 01, અપક્ષ: 01, કુલ બેઠકો 182