ચેક રિટર્ન કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કલોલ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે વર્ષ 2016માં થયેલી ફરિયાદને આધારે સજા સંભળાવી છે. કલોલ કોર્ટમાં ઠાકોર પ્રભાતસિંહે દેવજી ફતેપરા વિરૂદ્ધ કલોલ કોર્ટમાં 13 ઓક્ટોબર 2016ના રોજ ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે, ફરિયાદી ઠાકોર પ્રભાતસિંગ અને દેવજી ફતેપરા બન્ને સારા મિત્રો હોવાથી એકબીજાને જાણતા હતા. તેવામાં દેવજી ફતેપરાએ પ્રભાતસિંગ ને તેમની રાજકોટની ખેતીલાયક જમીન વેચવાનું નક્કી કર્યું અને આ જમીનના બાનાપેટે ટુકડે ટુકડે રૂપિયા 14850000 મેળવ્યા હતા. આ અંગે નું બાનાખત તારીખ 25 એપ્રિલ 2014 નાં રોજ આરોપી દેવજી ફતેપરાએ ફરિયાદ પ્રભાતસિંહ અને સાક્ષીઓ રૂબરૂ કરી આપ્યાં હતા. ત્યારબાદ આ જમીનનો દસ્તાવેજ થઈ શકે તેમ ન હોવાથી આરોપી દેવજી ફતેપરાએ બાના પેટે ચુકવેલી રકમ પરત ચુકવવા પ્રભાતસિંગને ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (ગાંધીનગર શાખા)ની રૂપિયા 14850000 નો ચેક આપ્યો હતો, આ ચેક બેંકમાં જમા કરતા ચેક રિટર્ન આવ્યો અને ફરિયાદીએ વકીલ થકી ચેક રાઈટ અનવયેની નોટી રા આપી હતી. આ નોટિસ પિરિયડ માં આરોપી દેવજી ફતેપરા એ ફરિયાદી પ્રભાતસિંગને ચેકની રકમ ન ચુકવતા ફરિયાદીએ ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બંને પક્ષો દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી દલીલોના અંતે કલોલ કોર્ટના પ્રિન્સીપાલ સિનિયર સીવિલ જજ ડી એસ. ઠાકરે મેરિટના આધારે આરોપી દેવજી ફતેપરા 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે રૂપિયા 2 કરોડ 97 લાખ 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે.