મહાનગર વિસ્તારમાં સમાવિષ્ઠ તમામ શક્તિકેન્દ્રોમાં આવતા તમામ બુથોમાં પ્રવાસી કાર્યકર્તા ઘરે-ઘરે જઈ વિશેષ વ્યક્તિ, લાભાર્થીઓ સાથે જનસંપર્ક કરશે
અમદાવાદ
તારીખ ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીના રોજ ગાંવ ચલો અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં બૃહદ સંપર્ક અભિયાન અને લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગર વિસ્તારમાં સમાવિષ્ઠ તમામ શક્તિકેન્દ્રોમાં આવતા તમામ બુથોમાં પ્રવાસી કાર્યકર્તાશ્રી ઘરે-ઘરે જઈ વિશેષ વ્યક્તિ, લાભાર્થીશ્રીઓ સાથે જનસંપર્ક કરશે.
કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે કેન્દ્રીય ભાજપની યોજના મુજબ તારીખ ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીના રોજ ગાંવ ચલો અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારમાં બૃહદ સંપર્ક અભિયાન અને લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગર વિસ્તારમાં સમાવિષ્ઠ તમામ શક્તિકેન્દ્રોમાં પ્રવાસી કાર્યકર્તાશ્રી ઘરે-ઘરે જઈ વિશેષ વ્યક્તિ, લાભાર્થીશ્રીઓ સાથે જનસંપર્ક કરશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સમગ્ર દેશમાં વર્ચુયલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોનું લોકાર્પણ કરશે. તેમજ લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવશે.
કર્ણાવતી મહાનગરના તમામ શક્તિકેન્દ્રોમાં આવતા તમામ બુથોમાં મહાનગરના ધારાસભ્યશ્રીઓ, ,વિધાનસભાના ઉમેદવારશ્રી, શહેરમાં રહેતા પ્રદેશ પદાધિકારીશ્રીઓ, મહાનગરના પદાધિકારીશ્રીઓ, વોર્ડના પ્રભારીશ્રી, વોર્ડના પ્રમખ-મહામંત્રીશ્રીઓ, મ્યુ.કાઉન્સીલરશ્રીઓ, ઘરે-ઘરે જઈને રાજ્યો તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષમાં થયેલ કાર્યોનો ચિત્તાર રજુ કરશે.લોકસભાની ચુંટણી અંતર્ગત નિમણૂંક થયેલ ક્લસ્ટર ઇન્ચાર્જશ્રી લોકસભાના પ્રભારીશ્રી લોકસભાના સંયોજકશ્રીઓ પણ જુદા-જુદા વિસ્તારમાં જશે.