રાહુલ ગાંધીનું પ્રતિકાત્મક પૂતળું બાળીને તથા “શરમ કરો ભાઈ શરમ કરો રાહુલ ગાંધી શરમ કરો” અને “દેશ કી માફી માંગે રાહુલ ગાંધી માફી માંગે” જેવા નારાઓ લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો
કોંગ્રેસના રાહુલ ગાંધીને દેશના ઇતિહાસ, સંવિધાન કે કોઈપણ બાબતે ખ્યાલ હોતો નથી તે હર હંમેશ બેબુનિયાદ પાયાવિહોણા આક્ષેપો કર્યા કરે છે : નરહરી અમીન
અમદાવાદ
કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે ગતરોજ રાહુલ ગાંધી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સમગ્ર દેશના ઓબીસી સમાજ વિશે પાયાવિહોણી અને અપમાનજનક ટિપ્પણી કરી હતી તેના વિરોધમાં આજરોજ ઓબીસી મોરચા અને મહાનગર ભાજપા સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંબોધતા સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું કે, હું જે વખતે કોંગ્રેસ સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રીના પદે હતો તે સમયે ૨૫ જુલાઈ ૧૯૯૪ના રોજ ઘાંચી સમાજ તેમજ તૈલી સમાજ જેવી વિવિધ જાતિઓને ઓબીસીમાં સમાવવા માટેનું એક ગેજેટ પાસ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાહુલ ગાંધીને દેશના ઇતિહાસ, સંવિધાન કે કોઈપણ બાબતે ખ્યાલ હોતો નથી તે હર હંમેશ બેબુનિયાદ પાયાવિહોણા આક્ષેપો કર્યા કરે છે અને પછી જાતે જ પોતાના વક્તવ્ય અંગે માફી માંગે છે તેવા ઘણા કિસ્સા ભૂતકાળમાં દેશની પ્રજાએ જોયા છે. ૧૪૦ કરોડની પ્રજા આ જોઈ રહી છે અને સમગ્ર ઓબીસી સમાજ આવનારી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસને આ અપમાન બાબત જળબાતોડ જવાબ આપશે તે નક્કી છે.ધરણા પ્રદર્શનમાં મીડિયાને સંબોધતા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દેશમાં જ્ઞાતિ જાતિના વાડા કરી રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને દેશની ચાર નવી જ્ઞાતિજ્ઞાન ગરીબ-યુવા-અન્નદાતા અને નારીશક્તિને સાથે લઈને ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાની નેમ લીધી છે. શ્રી જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે હર હમેંશ જ્ઞાતિ જાતિના વાડા કરીને વોટબેંકની રાજનીતિ કરી છે અત્યારના આ સમયગાળામાં આ જ્ઞાતિ જાતિની રાજનીતિને દેશની પ્રજા નકારી ચૂકી છે અને આવનારી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકને પ્રજા સ્વીકારીને મતદાન કરશે.આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીનું પ્રતિકાત્મક પૂતળું બાળીને તથા “શરમ કરો ભાઈ શરમ કરો રાહુલ ગાંધી શરમ કરો” અને “દેશ કી માફી માંગે રાહુલ ગાંધી માફી માંગે” જેવા નારાઓ લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન અંતર્ગત ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી મયંકભાઇ નાયક, મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્યશ્રી અમિતભાઈ પી. શાહ, મહાનગરના ધારાસભ્યશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઓબીસી મોરચાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સખત વિરોધ નોંધાવ્યો હતો.