પરિવારને ધ્યાનમાં રાખીને સ્ટાફ ની મનીસ્થિતિ ને સારી રીતે રાખવામાં પરિવારના સદસ્યોં કેવી રીતે મદદ કરી શકેછે SPAD પછી પરિવારને શું અને કેવી રીતે તેની આડ અસર થાય છે તે વિશે જણાવ્યું.
અમદાવાદ
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર સાબરમતી લોબી માં “ફેમિલી સેફ્ટી સેમિનાર”નું આયોજન સાબરમતીના મુખ્ય લોકો નિરીક્ષકો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં 42 રનિંગ સ્ટાફ અને છ પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. મંડળ યાંત્રિક અભિયંતા અમદાવાદ અને મુખ્ય લોકો નિરીક્ષક હાજર રહ્યા હતા અને તેઓના નિવેદનમાં વિગતવાર પરિવારને ધ્યાનમાં રાખીને સ્ટાફ ની મનીસ્થિતિ ને સારી રીતે રાખવામાં પરિવારના સદસ્યોં કેવી રીતે મદદ કરી શકેછે SPAD પછી પરિવારને શું અને કેવી રીતે તેની આડ અસર થાય છે તે વિશે જણાવ્યું. વ્યવસાય અને પરિવાર કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે, પરિવાર SPAD ટાળવામાં શું મદદ કરી શકે છે તેના વિશે જણાવ્યું સત્રમાં ત્રણ મુખ્ય લોકો નિરીક્ષકોએ પણ મુદ્દાઓ હતા. તેમના વક્તવ્ય માં સલામતીનું મહત્વ, વિવિધ પરિસ્થિતિઓમાં ટ્રેનનું સંચાલન અને માસિક સંરક્ષા ના નિયમો વિશેની વિગતોમાં વિગતવાર ચર્ચા કરી.આવા સલામતી અને પારિવારિક સેમિનાર દ્વારા રનિંગ સ્ટાફના ઘરોમાં સુખદ, ખુશનુમા, તણાવમુક્ત વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને SPAD અટકાવવા માટેના પગલાં અને ફરજ પર હોય ત્યારે રુચિ સાથે કામ કરવાની સલાહ આપવામાં આવી હતી.