ધર્મપ્રેમી સનાતની ભક્તોની આસ્થાને વારંવાર ઠેસ પહોંચાડતી ભાજપ સરકાર : ધર્મ અને આસ્થાના પ્રતિક અંબાજી ખાતે આવેલ ૫૧ શક્તિપીઠમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ “માં શક્તિ” થાળથી વંચિત : પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને હેમાંગ રાવલ

Spread the love

અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસે કેટલીક માંગણીઓ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

12મીથી 16મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

અંબાજીના દર્શન અને પૂજા તથા આરતી લાઈવ વેબસાઈટ પર દેખાડવામાં આવશે પરંતુ હજી સુધી ambajitemple.in ની વેબસાઈટમાં આવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ નથી

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 12મીથી 16મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં આવશે. અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (51 શક્તિપીઠ સહિત ) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. 51 શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરમાં પરમ આસ્થા ધરાવતા હતા, આ શક્તિ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારી ના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇ ભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્ત્રોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.

સનાતન ધર્મી સમાજ, સંસ્થા અને માઇ ભક્તો તથા લોકલ સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર 80 ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે રાજભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. પરંતુ 51 શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક પરંતુ માતાજીના વસ્ત્રો અને શણગાર બદલવામાં આવતા નથી. ઉપરોક્ત 61 મંદિરોમાં માત્ર 35 પુજારી સેવા આપી રહ્યાં છે.

અંબાજીમાં પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડશોમાં એમ કહેવામાં આવે છે કે ઉપરોક્ત 51 શક્તિપીઠમાં વિધિ વિધાનથી પૂજા થાય છે અને જે પ્રમાણે અસલ શક્તિપીઠમાં પૂજા કરવામાં આવે છે એ જ પ્રમાણે પૂજા કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે વિધિ વિધાનનો સૌ પ્રથમ નિયમ એ માતાજીને થાળ ધરાવવાનો હોય છે વળી આ 51 શક્તિપીઠ મંદિરોમાં માત્ર 34 પૂજારી હોવાથી વિધિ વિધાન થી વિધિઓ અને વસ્ત્ર બદલવાનું પણ અઘરું બની ગયું છે.

કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે પરિપત્ર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વાર હસ્તકના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાકર ધરાવી માતાજીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રસાદ ભોગ ધરાવવાનું તેમજ પરિસ્થિતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ ખાતાના થાળ/રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી.

ધર્મ અને આસ્થા બાબતના વિષય પર વધુ ચર્ચા કરતા પ્રવકતાઓએ જણાવ્યું હતું કે અધિકારીઓ ધર્મની બાબતમાં મુખ્યમંત્રીશ્રીને પણ છેતરી રહ્યા છે વર્ષ 2009માં રજીસ્ટર થયેલ વેબસાઈટને અલગ અલગ રીતે વારંવાર અનાવરણ કરીને જનતાના દાનના રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. ભૂતકાળમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વેબસાઈટ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ 2022માં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પવિત્ર યાત્રાધામ ટ્રસ્ટની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. વળી પાછી ફરીથી તાજેતરમાં કલેકટરશ્રીએ અંબાજીની વેબસાઈટનું ઉદ્ઘાટન કર્યું અને એ જ પ્રમાણે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ Ambajitemple.in નામની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું ભૂતકાળમાં અનાવરણ કરવામાં આવેલી મુખ્યમંત્રી શ્રી રૂપાણી દ્વારા એપ્લિકેશન આજે કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની એપ્લિકેશનમાં માત્ર 5000 ડાઉનલોડ થયેલા છે અને 2022 પછી અપડેટ પણ થયેલી નથી. છેલ્લા દસ વર્ષથી વેબસાઈટ ઇનોગ્રેશન કરતી વખતે કહેવામાં આવે છે કે અંબાજીના દર્શન અને પૂજા તથા આરતી લાઈવ વેબસાઈટ પર દેખાડવામાં આવશે પરંતુ હજી સુધી ambajitemple.in ની વેબસાઈટમાં આવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ નથી માત્રને માત્ર ભાવિક ભક્તોના દાનથી આવેલા રૂપિયાની અલગ અલગ પ્રકારે અવ્યવહારુ રીતે વાપરવાની નીતિ દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલા દાનના નાણાં છેલ્લા 11 વર્ષમાં 21 લાખ થી વધુ રૂપિયા વી.આઈ.પી. મહેમાનો, મંત્રીઓ, અધિકારીઓ, મંત્રીઓના સગાઓ, અધિકારીઓના સગાઓ, સંબંધિઓની ખાવા-પીવાની સરભરા માટે વાપરી નાખવામાં આવ્યાં. જેની માહિતી આર.ટી.આઈ. દ્વારા મેળવવામાં આવેલી છે અને જાગૃત નાગરિક દ્વારા ચેરિટી કમિશનરમાં ફરિયાદ પણ કરવામાં આવેલ છે. એજ પ્રમાણે ગબ્બરમાં લાઈટ અને સાઉન્ડ શો દરમ્યાન માતાજીની દિપ આરતી માટે 10 રૂપિયા કોઈપણ જાતના ઠરાવ કે આદેશ વિના ‘શક્તિ સેવા કેન્દ્ર ટ્રસ્ટ’ દ્વારા વસુલવામાં આવી રહ્યાં છે. આ ટ્રસ્ટને અંબાજીની ઘણીખરી મોકાની જમીનો પણ આપી ફાળવી દેવામાં આવ્યાં છે અને તેમાં પણ એક મોટુ કૌભાંડ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા અંબાજી મંદિરના પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં માઈક પર બોલાતા શ્લોક ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે એમ કહીને માઈક અને સ્પીકર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેનો પણ ઉગ્ર વિરોધ થયો હતો અને અધિકારીઓએ પાછીપાની કરવી પડી હતી.

ભૂતકાળમાં સોમનાથ ટ્રસ્ટની અંદર પણ લાઈટ એન્ડ સાઉન્ડશોની ખરીદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસના આદેશ શ્રી પી.કે. લહેરીએ આપ્યા હતા. સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પાડીને પવિત્ર ત્રિવેણી સંગમ પર પીંડદાન અને અસ્થીવિસર્જન પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેનો સ્થાનિકો અને શ્રધ્ધાળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓની મનમાની બરઆવી ન હતી. બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં બહુચરાજી મંદિરમાં 56 ફુટ ઉંચા મંદિર બનાવવાના 15 કરોડ ખર્ચયા પછી ખબર પડી કે મંદિર 49 ફુટ ઉંચુ જ બન્યુ અને અધિકારીઓની તથા સત્તાધિશોની અણઆવડત અને અણસમજ છતી થઈ જેના કારણે મંદિર ઉપર વધુ ત્રણ કરોડનું બોજો આવ્યો. હવે તાજેતરના બજેટમાં બહુચરાજી મંદિર માટે નવા નાણાં ફાળવવામાં આવ્યા છે પરંતુ જૂની ગેરનીતિ બાબતે કોઈ નાણાંની રિકવરી થઈ નથી તે પણ અત્યંત દુખદ બાબત છે. ગુજરાતમાં આવેલા દેવસ્થાન ટ્રસ્ટની અંદર ભૂતકાળમાં જે તે વિસ્તારના ધારાસભ્યશ્રીઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક આપવામાં આવતી હતી સાથે સાથે સ્થાનિકો અને ધર્મના જાણકારને પણ ટ્રસ્ટમાં નિમણૂક આપવામાં આવતી હતી જે હવે સદંતર બંધ કરી દેવામાં આવી છે જેના કારણે અધિકારીઓ સ્વચ્છંદ રીતે વર્તીને ધર્મ અને આસ્થા ઉપર પ્રહાર કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ જ અધિકારીઓ દ્વારા ચીકી માફિયાઓના લાભાર્થે મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસ દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવાની માગણી ને ગુજરાતની જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને સરકારે ફરીથી મોનથાળ પ્રસાદ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.

અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે કે 51 શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તથા 51 શક્તિપીઠમાં પૂજારીઓ ની સંખ્યા એક મંદિર દીઠ એક કરવામાં આવે અને મુખ્ય મંદિરમાં માઇ ભક્તો દ્વારા સાડીઓ ધરાવાય છે તે સાડીઓ અને વસ્ત્રનું એ પ્રમાણે આયોજન કરાય કે જેથી કરીને આ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં પણ રોજ વસ્ત્ર બદલાય અને ભાવિકજનો શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શકે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને નમ્રતા પૂર્વક વિનંતી કરી છે. પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ સમિતિના બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડામરાજી રાજગોર ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com