ગાવ ચલો અભિયાન : ભાજપ ગુજરાતના 18 હજાર ગામોમાં પ્રવાસ કરશે

Spread the love

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે હવે ગામડા માં તરફ મીટ માંડી છે. શહેરોના મતદારોનો ઝુકાવ તો ભાજપ તરફ રહ્યો છે, ત્યારે હવે ભાજપ શહેરી મતદારો સાથે સાથે ગ્રામ્ય મતદારોને રિઝવવા માટે લોકસભાની ચૂંટણી પૂર્વે ગામડાનો પ્લાન બનાવ્યો છે.

આ પ્લાન એટલે ભાજપનું ગાવ ચલો નામનું અભિયાન. આ અભિયાન અતર્ગત ભાજપ ગુજરાતના 18 હજાર ગામોમાં પ્રવાસે કરશે. જેમાં ભાજપ ગ્રામીણ મતદારો સાથે 24 કલાકથી વધુ સમય વિતાવીને ગ્રામીણ મતદારોને મળશે. તેમજ ગામના પ્રગતિશીલ ખેડૂતો,ગામના અગ્રણી સાથે તેમજ સરકારી યોજના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

ગ્રામીણ મતદારો રીઝવવાનો ભાજપએ એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. 18 હજાર ગામનો પ્રવાસ કરાશે તેમજ 51 હજાર બૂથનો ચિતાર મેળવાશે. માઈનસ બૂથોમાં વધુ મહેનત કરાશે. અત્રે જણાવીએ કે, 2019 લોકસભા 62 ટકા ગ્રામીણ, 38 ટકા શહેરી મત ભાજપને મળ્યા હતા. 2020 વિધાનસભામાં 59 ટકા ગ્રામીણ 41 ટકા શહેરી મત ભાજપને મળ્યા છે. વિધાનસભા 2019 કરતા 2022ની ચૂંટણીમાં 3 ટકા ગ્રામીણના મત ઘટ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *