ગુજરાતમાં અત્યારે IAS અધિકારીઓની ઘટ વર્તાઇ રહી છે. ત્યારે જે સંચાલન ચાલે છે, તેમાં મોટાભાગના IAS ડેપ્યુટેશન ઉપર દિલ્હી છે, ત્યારે ઘટ સામે 2020 અને 2021 સુધીમાં નિવૃત્ત થનાર IASની સંખ્યા પણ વધારે છે. તંત્ર, ડિપાર્ટમેન્ટ કચેરીઓનું કામ ચલાવવા જે મુખ્ય ડોરે એવા IAS ગુજરાતમાં સંખ્યા ઘટતી જાય છે. ત્યારે ગુજરાતના પાંચ ઓફિસરો 2020 ના અંતે વય નિવૃત્ત થઇ રહ્યા છે જેમાં ઓક્ટોબર મહિનામાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ સાથે એસએમ પટેલ અને એ જે શાહ, નવેમ્બરમાં અનુરાધા મલ્લ અને ડિસેમ્બરમાં સી જે પટેલ નિવૃત્ત થાય છે, જો કે આ પાંચ ઓફિસરો પૈકી એકપણ ઓફિસરને પુનઃનિયુક્તિની તક મળે તેવી સંભાવના નહિવત છે.
સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે સંગીતા સિંહ ના અનુગામી તરીકે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અથવા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની નિયુક્તિ થયા તેવી સંભાવના છે. જો કે સપ્ટેમ્બરમાં વયનિવૃત્ત થયેલા એકમાત્ર ઓફિસર ડો. પીડી વાઘેલાને કેન્દ્ર સરકારે ટેલિકોમ્યુનિકેશન માં ત્રણ વર્ષ માટે પુન નિયુક્ત કર્યા છે 2021 માં 12 આઇએએસ ઓફિસર વય નિવૃત્ત થવાના છે જેમાં જાન્યુઆરીમાં ડીબી રહેવર, ફેબ્રુઆરીમાં એમજે ઠક્કર, એપ્રિલમાં એનકે ડામોર, જૂનમાં ડો. વી થીરપુગાઝ, નવી દિલ્હી, આઈ કે પટેલ, આર આર રાવલ, ઓગસ્ટમાં આર જે હાલાણી, આર કે પટેલ, સપ્ટેમ્બરમાં એવી કાલરિયા, જીએચ ખાન અને ડિસેમ્બરમાં આરપી ગુપ્તા અને વીબી મેકવાન નિવૃત્ત થવાના છે. છેલ્લા પાંચ વર્ષમાં વય નિવૃત્ત થયેલા આઇએએસ ઓફિસમાં 2021નો આંકડો સૌથી ઓછો જોવા મળશે. અગાઉના વર્ષોમાં પ્રતિવર્ષ 15 થી 22 જેટલા આઇએએસ ઓફિસર વયનિવૃત્ત થાય છે. 2021માં સિનિયરોને નિવૃત્તિ પછી નિવૃત્તિ સંખ્યા ક્રમશ ઘટતી જશે, કારણ કે ગુજરાતની રોકેસીમાં અત્યારે 75 ટકા યંગ આઇએએસની ટીમ આવી ચૂકી છે.