ગુજરાતમાં દરેક જિલ્લાનો વિકાસ થાય તે માટે સરકારે ઓથોરિટીની સ્થાપના કરી છે જેમાં ગરીબથી લઈને મિડલ ક્લાસને જે મકાન નું સપનું હતું તે પૂર્ણ કરવા સરકારે દરેક જિલ્લામાં એવા રાજકોટ ( રૂડા) ભાવનગર ( ભુડા) વડોદરા ( વુડા) જામનગર ( જુડા) સુરેન્દ્રનગર ( સુડા) કેમ ગાંધીનગર જિલ્લાના ડેવલપ કરવા માટે ગુડા ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગુડા દ્વારા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને બળ આપ્યું છે ત્યારે જૂનું ગાંધીનગર અને નવું ગાંધીનગરની જે દેન છે તે ગુડા ને આભારી છે ત્યારે દસ વર્ષના ગાળામાં ગુડા દ્વારા હજારો મકાનો એલ.આઈ.જી થી લઈને એમ આઈ જી ના મકાનો બનાવવામાં આવ્યા છે ત્યારે અગાઉ ચિલોડા રાયસણ અડાલજ ખાતે સ્કીમો મુકી ને મોટા ભાગની એલ.આઇ.સી સ્કીમ પૂર્ણ થયેલ છે ત્યારે હવે ગુડા દ્વારા એલ.આઈ.જી મકાનોમાં બાંધવાનો તખ્તો તૈયાર કરીને નવા 2100 જેટલા આવાસો બાંધવાનો નિર્ણય કર્યો છે અને ટૂંકા જ દિવસોમાં આની જાહેરાત થાય તેવી વકી છે ત્યારે આ મકાનો ૮.૫૦ લાખમાં પડશે અને ત્રણ લાખની વડાપ્રધાન ની સબસીડી મળતા આ મકાન ૫.૫૦ લાખના નજીવા દરે મળતા જે લોકોને ઘરનું સપનું જોતા હતા તેમના માટે આશીર્વાદરૂપ બને તેવી શક્યતા જણાઈ રહી છે. જમીન મકાનોના ભાવ આસમાની સુલતાની ની જેમ ઉંચે ચઢી રહ્યા છે ત્યારે હાલ તો ભારે મંદી પ્રવર્તી રહી છે ત્યારે પબ્લિક જોડે પણ હાલ પૈસા નથી તો કરે શું? જેથી ઘરનું ઘરે ગાંધીનગર ખાતે મકાન લેવું સપનું બની ગયું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર સૂચનાથી કેન્દ્ર દ્વારા હજુ પણ વધારે એલ.આઈ.જી મકાનો બનાવવા અને જેમ લોકોને પોતાનું ઘરનું ઘર હોય તે સપનું સાકાર કરવા માટે સૂચના તંત્રને આપેલી છે ત્યારે ગુડા દ્વારા જમીનો એકવાયર કરાયેલી છે અને હવે આ જમીન ઉપર એલ.આઇ.સી ના મકાનો બાંધવા તખ્તો તૈયાર થઈ ગયેલ છે ત્યારે ટુંકા દિવસોમાં ગુડા દ્વારા જાહેરાત થાય તેવી શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.