કોરોનાવાયરસના પગલે સ્થિતિ વણસી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર ધ્વારા શાળા, કોલેજો, ખોલવા પર ધીરે ધીરે પ્રતિબંધો હટાવીને મંજૂરી આપી રહ્યા છે, અને આ સંદર્ભે ગાઈડલાઇન પણ મંજૂર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીને ધ્યાને રાખીને તહેવારોની સિઝનમાં સાવચેતી રાખવા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવી ગાઈડલાઈન હેઠળ કન્ટેનમેન્ટ ઝોનની અંદર કોઈ પણ તહેવારના કાર્યક્રમોનું આયોજન કરવામાં નહીં આવે. સાથે જ પુજા, મેળા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને પણ વિશેષ આદેશ દેવામાં આવ્યાં છે.
નિયમોનું ધ્યાન રાખીને કરવું પડશે કાર્યક્રમોનું પ્લાનિંગ જલ્દી નવરાત્રી શરૂ થવાની છે. અને સમગ્ર દેશમાં પડેલ લગાવવામાં આવે છે. તે સિવાય અનેક પ્રકારના મેળા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ગાઈડલાઈન્સ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો માટે પ્લાનિંગ કરવી પડશે અને ભીડ ભાડ અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પુરૂ ધ્યાન રાખવું પડશે. ફિઝિકલ ડિસ્ટન્સીંગ માટે જમીન પર નિશાન લગાવવા પડશે જેનાથી વચ્ચેની જગ્યા નું અંતર 6 ફૂટ રાખવું પડશે. કાર્યક્રમમાં વ્યવસ્થાપકોને સેનેટાઈઝર અને થર્મલ ગનની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું રહેશે. સાથે જ જે જગ્યા ઉપર કાર્યક્રમ કરવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરા અનિવાર્ય બનશે જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી શકાય. ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અનિવાર્ય રહેશે અને મહત્વપૂર્ણ બની રહેશે. તે સિવાય ધાર્મિક રેલીઓના રૂટ પ્લાનિંગ પણ પહેલાથી કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન ની જગ્યા પણ પૂર્વ નિર્ધારિત રહેશે. ધાર્મિક સ્થાનો, પંડાલોમાં મૂર્તિઓને અડવાની મનાઈ રહેશે. કોરોના સંક્રમણને જોતા સામૂહિક, ધાર્મિક ગાવામાં અને કાર્યક્રમોની મનાઈ રહેશે તે જગ્યા પર રેકોર્ડેડ ધાર્મિક સંગીત વગાડી શકે. કમ્યુનિટી કિચેન, લંગરમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. કમ્યુનિટી ક) કિચેન વાળી ને સાફ સફાઈનું પુરૂ ધ્યાન રાખવાનું રહેશે.