ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ
૨૦૧૪ મા લોક્સભાની ચુંટણીમા મત મેળવવા ખેડુતોને આપેલા MSP ના વાયદા ક્યા ગયા ?
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું કે દેશનો ખેડુત હવે ડો સ્વામીનાથનના અહેવાલ અને MSP બાબતે સ્પષ્ટ છે, ૨૦૨૪ ની ચુંટ્ણીમા ભાજપાના ભાષણોમા ભ્રમિત નહી થાય. ખેડુતોને પોતાની માંગને લઈને સત્યાગ્રહ કરતા રોકવા કે તેના રસ્તામા ખીલા જડવાના મોદી સરકારના પગલાને ડો સ્વામીનાથનની પુત્રીએ સખત શબ્દોમા વખોડ્યા.
૨૦૧૪ મા લોક્સભાની ચુંટણીમા મત મેળવવા ખેડુતોને આપેલા MSP ના વાયદા ક્યા ગયા
ડો એમ એસ સ્વામીનાથનની અધ્યક્ષતામા નેશનલ ફાર્મર કમિશનની રચના તા.૧૮.૧૧.૨૦૦૪ મા કોંગ્રેસની UPA ની કેન્દ્ર સરકારે કરી.
આ કમિશને અભ્યાસના અંતે
પહેલી મિટીંગ તા.૧૪.૧૦.૨૦૦૯ ના રોજ મળી અને તેમા સરકાર સામે ૨૦૧ ભલામણો મુકી.
બીજી મિટીંગ તા.૦૩.૦૬.૨૦૧૦ મા ૪૨ ભલામણ સ્વીકારી.
ત્રીજી મિટીંગ તા.૧૨.૦૬.૨૦૧૨ મા ૧૫૨ ભલામણ સ્વીકારી.
ચોથી મિટીંગ તા.૧૩.૦૯.૨૦૧૩ મા ૧૭૫ ભલામણ સ્વીકારી.
પાંચમી મિટીંગ તા.૧૪.૦૧.૨૦૧૪ -કુલ ૨૦૧ માથી ૧૭૫ ભલામણો ૧૦ વર્ષમા કોંગ્રેસની UPA સરકારે સ્વીકારી અને અમલ કર્યો અને મોદી સરકારે તેના ૧૦ વર્ષના કાર્યકાળમા માત્ર ૨૫ ભલામણો સ્વીકારી અને MSP ની ભલામણ માટે અસ્વીકાર કર્યો.
૨૦૧૪ ની લોક્સભાની ચુંટણી ભાજપાએ દેશના ખેડુતોને MSP નુ વચન આપી બનાવી હતી પરંતુ મોદી સરકારે પોતાના જ વચનોમા U ટર્ન લીધો અને ખેડૂતો MSP ના વાયદોમા છેતરાયા અને સુપ્રિમ કોર્ટમા સોગંદનામુ ફાઈલ કર્યુ કે અમારી સરકાર સ્વામીનાથનની ભલામણ મુજબ C2+50% MSP આપવા સક્ષમ નથી કે ઇરાદો ધરાવતી નથી.તા.૧૪.૦૨.૨૦૨૪ નારોજ કોંગ્રેસ નેતૃત્વે MSP ની ભલામણ માટે દેશના ખેડુતોને વચન આપ્યુ કે જો કેન્દ્રમા ઇન્ડીયા ગઠબંધનનને ખેડુતો અને જનતાના આશીર્વાદ મળશે તો છેલ્લી એક MSP ની ભલામણનો અમલ કરવામા આવશે અને તેને કાયદાનુ રુપ આપી તમામ પાક માટે અમલમા મુકવામા આવશે.
ભાજપા સરકારના જવાબદાર આગેવાનો થોડા સવાલના જવાબ આપે.
1. કેન્દ્ર સરકારે ડો સ્વામીનાથનને ભારત રત્ન થી નવાજ્યા બાદ ગણતરીના કલાકોમા કેન્દ્ર સરકારની વેબ સાઈટ ઉપરથી ડો સ્વામીનાથનનો અહેવાલ શા માટે કાઢી નાખવામા આવ્યો ?
2. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી એ ૨૦૧૪ પહેલા તત્કાલિન UPA સરકાર સામે MSP ની વકિલાત કરી હતી આજે ક્યા કારણો બાધારુપ છે ?