પ્રધાનમંત્રી દ્વારા હરિયાણાનાં રેવાડીમાં રૂ. 9,750 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસની પરીયોજનાઓ,આશરે રૂ. 5,450 કરોડના ખર્ચે વિકસિત થનાર ગુરુગ્રામ મેટ્રો રેલ પરિયોજનાનો શિલાન્યાસ 

Spread the love

આશરે 1,650 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી એઈમ્સ રેવાડીનો અને વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ : રોહતક-મેહમ-હંસી અને જીંદ-સોનીપત માટે નવી રેલવે લાઇનનો  તથા અંબાલા કેન્ટ-દપ્પર જેવી લાઇનને બમણી કરવાનો ઉલ્લેખ, જીવનની સરળતામાં વધારો  અને સાથે-સાથે વેપાર-વાણિજ્યમાં સરળતા વધશે, જેનાથી લાખો લોકોને લાભ થશે

રેવાડી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલવે અને પર્યટન સાથે સંબંધિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે.આજે હરિયાણાનાં વિકાસ માટે સુસજ્જ હોસ્પિટલોની સાથે રોડવેઝ અને રેલવે નેટવર્કનાં આધુનિકીકરણ માટે આશરે રૂ. 10,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલારોપણ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. વિકાસલક્ષી પરિયોજનાઓની યાદી આપતા પ્રધાનમંત્રીએ એઈમ્સ રેવાડી, ગુરુગ્રામ મેટ્રો, કેટલીક રેલ લાઈનો અને નવી ટ્રેનોનો ઉલ્લેખ કર્યો હતો, જેની સાથે પ્રાયોગિક સંગ્રહાલય – અનુભવ કેન્દ્ર જ્યોતિસરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીએ અહીં રેવાડીમાં ભૂતપૂર્વ સૈનિકોને ‘વન રેન્ક વન પેન્શન’ની ગેરન્ટી પૂરી પાડવાની બાબતને યાદ કરી હતી અને અત્યાર સુધીમાં આશરે રૂ. 1 લાખ કરોડ પ્રદાન કરવા વિશે જાણકારી આપી હતી, જેમાં હરિયાણાનાં ઘણાં ભૂતપૂર્વ સૈનિકોને તેનો લાભ મળ્યો છે.ઓઆરઓપીનાં લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. 600 કરોડથી વધારે રકમ મળી છે.રેવાડી એઈમ્સ 22મી એઈમ્સ છે તેની નોંધ લઈને પીએમ મોદીએ માહિતી આપી હતી કે, છેલ્લા 10 વર્ષમાં 15 નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ મેડિકલ કોલેજો અસ્તિત્વમાં આવી છે. હરિયાણામાં પણ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ સુનિશ્ચિત કરવાનું કામ ચાલી રહ્યું છે.ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હરિયાણાના ગુરુગ્રામ, પલવલ અને નુહ જિલ્લામાંથી પસાર થાય છે.હરિયાણાનું વાર્ષિક રેલવે બજેટ, જે વર્ષ 2014 અગાઉ સરેરાશ રૂ. 300 કરોડ હતું, તે હવે છેલ્લાં 10 વર્ષમાં વધારીને રૂ. 3,000 કરોડ કરવામાં આવ્યું છે. તેમણે રોહતક-મેહમ-હંસી અને જીંદ-સોનીપત માટે નવી રેલવે લાઇનનો ઉલ્લેખ કર્યો હતો તથા અંબાલા કેન્ટ-દપ્પર જેવી લાઇનને બમણી કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી જીવનની સરળતામાં વધારો થશે અને સાથે-સાથે વેપાર-વાણિજ્યમાં સરળતા વધશે, જેનાથી લાખો લોકોને લાભ થશે.રેવાડી-કઠુઆ રેલવે લાઇનને બમણી કરવાની યોજના (27.73 કિલોમીટર) સામેલ છે. કઠુઆ-નારનૌલ રેલવે લાઇનનું ડબલિંગ (24.12 કિલોમીટર) ભિવાની-દોભ ભાલી રેલવે લાઇનનું ડબલિંગ (42.30 કિલોમીટર) અને માંહેરુ-બાવાની ખેરા રેલવે લાઇનનું ડબલિંગ (31.50 કિલોમીટર) કરશે. આ રેલ્વે લાઇનોને બમણી કરવાથી આ ક્ષેત્રમાં રેલ્વે માળખાગત સુવિધામાં વધારો થશે અને પેસેન્જર અને નૂર બંને ટ્રેનોને સમયસર ચલાવવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીએ રોહતક-મેહમ-હંસી રેલવે લાઇન (68 કિલોમીટર) દેશને સમર્પિત કરી હતી, જે રોહતક અને હિસાર વચ્ચેનાં પ્રવાસનાં સમયમાં ઘટાડો કરશે. તેમણે રોહતક-મેહમ-હંસી સેક્શનમાં ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી, જેનાથી રોહતક અને હિસાર વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનાથી રેલવે પ્રવાસીઓને લાભ થશે.કુરુક્ષેત્રમાં નવનિર્મિત અનુભવ કેન્દ્ર જ્યોતિસરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રાયોગિક સંગ્રહાલય લગભગ 240 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ 17 એકરમાં ફેલાયેલું છે, જેમાં 1,00,000 ચોરસ ફૂટની ઇન્ડોર સ્પેસનો સમાવેશ થાય છે.આશરે રૂ. 1650 કરોડના ખર્ચે તૈયાર થનારી એઈમ્સ રેવાડીને રેવાડીના માજરા મુસ્તિલ ભાલખી ગામમાં 203 એકર જમીન પર વિકસાવવામાં આવશે. તેમાં 720 પથારીઓ ધરાવતું હોસ્પિટલ સંકુલ, 100 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ, 60 બેઠકો ધરાવતી નર્સિંગ કોલેજ, 30 પથારી ધરાવતો આયુષ બ્લોક, ફેકલ્ટી અને સ્ટાફ માટે રહેણાંક, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવાની સગવડ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, ઓડિટોરિયમ વગેરે સુવિધાઓ હશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ સ્થપાયેલી એઈમ્સ રેવાડી હરિયાણાના લોકોને વિસ્તૃત, ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ તૃતિયક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આ સુવિધાઓમાં 18 વિશેષતાઓમાં દર્દીની સારસંભાળની સેવાઓ અને કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, એન્ડોક્રિનોલોજી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી સહિત 17 સુપર સ્પેશિયાલિટીઝ સામેલ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ, ઇમરજન્સી અને ટ્રોમા યુનિટ, 16 મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ, બ્લડ બેંક, ફાર્મસી વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com