બોલિવૂડની ડ્રગ્સ લીલાને લઈને સરકારી એજન્સીઓ સતત તપાસમાં લાગી છે. સુશાંતસિંહ રાજપૂત કેસને લઈને તપાસની વચ્ચે આજે ડ્રગ્સ મામલામાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તીની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રિયા ચક્રવર્તીને શરતી જામીન આપ્યા છે. રિયાએ પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે, શોવિક અને બાસિત ની અરજી રદ્દ.
વીડિયો કોન્ફરન્સથી બોમ્બે હાઇકોર્ટમાં રિયા અને તેનો ભાઈ શોવિક, અબ્દુલ બાસિત પરિહાર, સૈમ્યુઅલ મિરાંડા, દીપેશ સાવંતની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે.
આ પહેલા સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે રિયા અને શોવિક 20 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી દીધી હતી. જેમાં રિયાને જામીન મળ્યા છે. જ્યારે તેના ભાઈ અને અન્ય આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.