રાજ્યમાં મિડલ ક્લાસ અને નાના વર્ગના ઘરનું ઘર નું એક સપનું સાકાર કરવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એલ. આઇ.સી ના મકાનો વર્ષનો સમય પૂર્ણ થયો હોવા છતાં ઘણા જ લાભાર્થીઓને મકાન લાગેલા હોવા છતાં હજુ સુધી નાણા ન ભરીને મકાન છોડાવ્યા નથી ત્યારે પજેશન લેવા માટે ગુડા દ્વારા પત્રો અને નોટિસ પાઠવવા છતાં લાભાર્થીઓએ ગંભીરતા ન સમજતા આશરે ગુડા દ્વારા હવે ત્રીજી નોટિસ મોકલીને તમને ન લેવાના હોય તો બીજા કોઈને વેઇટિંગમાં હોય તેને ચાન્સ મળે તો શુભ આશયથી ગુડા દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. ગુડા દ્વારા હવે નવા એલ.આઈ.જી પ્રકારના ૨૧૦૦ મકાનો બાંધવાની યોજના પૂરપાટ વેગે આગળ ધપાવવા માટે તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે ત્યારે હવે રાયસણ અડાલજ જ ચિલોડા અને કુડાસણ ખાતે એમાઈજી-૧ ના મકાન ના પજેશન લાભાર્થીઓ હજી સુધી ન લેતા ગુડાના કરોડો રૂપિયા બ્લોક થઈ ગયા છે. ત્યારે ગુડા દ્વારા હવે નોટિસ પાઠવી લાભાર્થીઓને પોતાના મકાનમાં નાણાં ભરીને પજેશન આપવા માટે સૂચના આપી છે ત્યારે એલ.આઈ.જી પ્રકારના મકાનમાં પાંચ વર્ષ કરતા વધુ સમય વ્યતીત થયો હોવા છતાં લોકો પરેશાન ન લેતા આખરે હવે વેઇટિંગ જે લોકો તેમના માટે ઘરના ઘરનું સપનું સાકાર થાય અને તુરંત જ પ્રોજેકશન મળી જાય તો નવાઈ નહીં.