ગાંધીનગર અત્યારે બે વિભાગમાં વહેંચાયેલું છે ત્યારે જૂનું ગાંધીનગર અને નવું જૂના ગાંધીનગરમાં સવારે રોનક હોય છે અને નવા ગાંધીનગરમાં રાત્રે રોનક હોય છે અને ગાંધીનગરમાં હરિયાળી અને વૃક્ષોની નગરી બનેલા છે. ત્યારે નવો ગાંધીનગરમાં કોંક્રિટ જંગલમાં ફેરવાયું છે. ત્યારે ગાંધીનગર શહેરમાં જમીન ના ભાવે ખૂબ જ ઊંચા છે ત્યારે હાલ મંદી પ્રવર્તી રહી છે અને વિકસિત કરવા ગુડા કામ કરી રહી છે. હવેથી મોટાભાગના શહેરી વિસ્તાર બાદ નવા વિકસિત વિસ્તારોમાં ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તક આવી જતા અત્યારે ગુડા અને ગાંધીનગર મહાનગરપાલિકા કામના સંદર્ભે રોડ રસ્તા તૂટી ગયા હોવા છતાં હજુ સુધી થીગડા પણ મારી શકતા નથી. ગાંધીનગર નવ વિકસિત એવા રાયસણ, કુડાસણ, વિસ્તારમાં રોડ રસ્તા એટલે તૂટી ગયા છે કે અહીંયા બળદગાડા ઘોડા ગાડી ચલાવવા સિવાય કોઈ જ ગાડી ચાલી શકે તેમ નથી. ત્યારે રોજ બરોજ પંચર પડવાના અને રોજ ડસ્ટબિન ઉડી રહી છે ત્યારે વિકાસની પાંખો ડગમગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા દિવાળી સુધીમાં તમામ રોડ રસ્તા બનાવી દેવામાં આવે ત્યારે ટેમ્પરરી ખાડામાં ગાબડા અને થીગડા તે પુરાવો તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.