આમ આદમી પાર્ટીના ફ્રંટલ પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ
ભાવનગરમાં એનસીસીની સી સર્ટિફિકેટનું પેપર લીક થયું છે અને આ ઘટનાના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે: પ્રવીણ રામ
અમદાવાદ
આમ આદમી પાર્ટીના ફ્રંટલ પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામે એક વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, ભાવનગરમાં એનસીસી સી સર્ટિફિકેટનું પેપર લીક થયું છે અને આ પેપર લીકની ઘટનાના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. વારંવાર પેપર લીકની ઘટનાને જોઈને લાગે છે કે ગુજરાતની ભાજપ સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયું છે. કારણ કે ગુજરાતના યુવાનો, વડીલો અને તમામ સમાજના લોકો સરકારને પેપર લીકના વ્યસન ને મૂકી દેવાની વાત કરે છે પરંતુ સરકાર પેપર લીકના વ્યસનને છોડવા માંગતી નથી.કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર પેપર લીક વિરુદ્ધ કાયદાઓ લાવે છે, જેમાં દસ વર્ષ જેલની સજાને એક કરોડનો દંડ ફટકારવામાં આવે છે. આવા કાયદા બનાવ્યા પછી પણ જો પેપર લીકની ઘટનાઓ બંધ નથી થતી, તો ભાજપને મારો સવાલ છે કે આવા કાયદાઓનો મતલબ શું? પેપર લીકની ઘટનાઓ કોઈપણ કાળે બંધ થવી જોઈએ અને જો સરકાર પેપર લીકની ઘટનાઓને રોકી ન શકતી હોય તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ.