દેશમાં કોરોનાવાયરસની મહામારી અને હાથરસ મામલે હાલ પ્રજામાં ભરેલો અગ્નિ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકીય રોટલા સેકવા અસામાજીક તત્વો, અને ફૂટેલી કારતૂસ એવા રાજકારણિયો સક્રિય થઈને સરકાર સામે બાથ ભીડમાં પ્રયત્નો આદર્યો છે. ભારે હાથરસ મામલમાં EDના પ્રાથમિક રિપોસ્ટ પ્રમાણે આ કાંડના બહાને કોમી રમખાણો ફેલાવવા માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની પાસે મોરિશિયસ થી 50 કરોડ રૂપિયા આવ્યા હતા. ઈડીએ દાવો કર્યો કે, આ સમગ્ર ફંડિગ 100 કરોડ રૂપિયાથી પણ વધારે નું હતું. સમગ્ર મામલાની તપાસ હાલ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાથ રસમાં રમખાણોનું ષડયંત્ર રચવાના આરોપમાં મેરઠથી ચાર શંકાસ્પદો ઝડપી લેવામાં આવ્યા છે. આ ચારેય વ્યક્તિઓનું PFI સંગઠન સાથે સંબંધ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે તેમની પાસેથી ભડકાઉ સાહિત્ય જપ્ત કર્યું છે. આ પહેલા યુપી પોલીસે એક વેબસાઈટ મારફતે રમખાણના ષડયંત્રનો પણ દાવો કર્યો હતો.
હાથરસ પીડિતાના ન્યાયના નામ પર બનેલી આ વેબસાઈટમાં અનેક આપત્તિજનક વાતો કહેવામાં આવી હતી, હાથરસનું હિંસાના ષડયંત્ર પર ઈડીએ પણ કેસ દાખલ કરી દીધો છે. ઈડીની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુપીમાં રમખાણો ફેલાવવા માટે 100 કરોડ રૂપિયાથી પણ વધારેમાં ફંડિંગ કરવામાં આવ્યું હતું. હવે આ ફંડિંગ કોણે કર્યું અને કોના ઈશારે આ ષડયંત્ર રચવામાં આવ્યો તેની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.
યુપી સરકાર દાવો કર્યો હતો કે, પ્રદેશમાં કોમી રમખાણો કરાર્થી દુનિયામાં પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથની છબિને. ખરાબ કરવા માટે જસ્ટિસ ફોર હાથરસ નામથી રાતોરાત વેબસાઈટ તૈયાર થઈ છે. વેબસાઈટમાં ફેક આઈડી મારફતે હજારો લોકોને જોડવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન આડમાં વેબસાઈટ પર દેશ અને પ્રદેશમાં રમખાણ કરાવવા અને રમખાણો બાદ બચવાની રીત જણાવવામાં આવી હતી. મદદ કરવાના બહાને ફડિંગ કરવામાં આવ્યું હતું.