કોરોનાની મહામારી પછી બેકારોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રોજગારી મેળવવા અનેક ભણેલા-ગણેલા નવયુવાનો નોકરી, ધંધામાં ગોઠવાઈ ગયા છે. ત્યારે ઘણીવાર ઊચીપદવીના આસન પર બેસીને ઈલાજ કરવા માંડે પછી ઘણીવાર ખ્યાલ આવીજતો હોય છે, ત્યારે આવોજ એક કિસ્સો ડીગ્રીવગરના ડોકટરનો નોધાયો છે.
થોડા દિવસ પહેલા જ રાજકોટ શહેરમાંથી નકલી ડોક્ટર પર્દાફાશ થયા બાદ હવે શહેરના ગાયત્રીનગર રોડ પર ક્લિનિક ચલાવતા એક નકલી ડોક્ટર ઝડપાયો છે. આ વ્યક્તિનું નામ અરવિંદ છે અને તે માત્ર ધો.10 પાસ છે. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ ડૉક્ટરની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટની ભક્તિનગર પોલીસ ટુકડી જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાયત્રીનગર મેઈન રોડ પર એક ક્લિનિકમાં ડિગ્રી વગરનો મુન્નાભાઈ અનેક લોકોની સારવાર કરી રહ્યો છે. જેનું નામ અરવિંદ છે. પોલીસે જ્યારે ત્યાં દરોડા પાડ્યા ત્યારે ક્લિનિકમાંથી હોસ્પિટલના કેટલા સાધનો, દવાનો જથ્થો, ઈજેકશન તથા અન્ય વસ્તુઓ મળી આવી હતી.
આ સાથે પોલીસે અરવિંદની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અરવિંદ સામે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરીને કેસ નોંધ્યો છે. આ ઉપરાંત વધુ પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. આ પહેલા રાજકોટમાંથી રેમેડેસિવિર કૌભાંડમાં ચાર વ્યકિતની સામે કેસ નોંધાયા હતા. જે વધારે પૈસા લઈને આ ઇન્જેકશનના કાળા. બજાર કરી રહ્યા હતા. આ કેસમાં હજુ પોલીસ અન્ય પુરાવા તપાસ કરી રહી છે ત્યાં નકલી ડોક્ટર ઝડપાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે નકલી નબી બના તાર કોની સાથે અને ક્યાં સુધી જોડાયેલા છે. એ અંગે પણ પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં વધુ વ્યક્તિઓના નામ સામે આવશે તો આરોપી સામે વધુ કડક પગલાં ભરવામાં આવશે. બીજી તરફ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યભરના તમામ સિટી સ્કેન સેન્ટરમાં તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. દર્દીઓની સુરક્ષા અને કોઈ કારણે સંક્રમણ ફેલાય નહીં એ માટે આ આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને તે ગાંધીનગર મોકલવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યા છે. સિટી સ્કેન વખતે દર્દીને તે ટેબલ પર સુવડાવવામાં આવે છે એ દર્દીઓના ટેબલને સેનિટાઈઝ અથવા કોઈ પ્રકારે ડિસઈ-ફેકટેડ કરાતું નથી, એક વ્યક્તિ ચેકઅપ બાદ ચાદર બદલવી જરૂરી છે. આવું ન થતું હોવાનો રિપોર્ટ મળતા યુદ્ધના ધોરણે આ આદેશ આપવામાં આવ્યો છે.