રંગીન રૂ જેવી મીઠી કોટન કેન્ડીથી કેન્સરનો ખતરો પેદા થઈ શકે છે. એવામાં તમિલનાડુ સરકારે રાજ્યમાં કોટન કેન્ડીના વેચાણ અને ઉત્પાદન પર રોક લગાવી દીધી છે. તેનું કારણ એ છે કે તેને બનાવવા માટે રોડામાઈન-બી કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું કે કોટન કેન્ડીના સેમ્પલ ખાદ્ય સુરક્ષા વિભાગની તરફથી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.તેમાં કેન્સર પેદા કરનાર રોડામાઈન-બીની હાજરી મળી આવી હતી.
સુબ્રમણ્યમે નિવેદનમાં જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અનુસાર લગ્ન પ્રસંગો અને અન્ય સાર્વજનિક કાર્યક્રમોમાં રોડામાઈ-બીથી મળેલા ખાદ્ય પદાર્થ તૈયાર કરવું, પેકેજિંગ કરવું, આયાત કરવું, વેચવું અને પિરસવું દંડનીય અપરાધ છે. તેમણે કહ્યું કે તેમનો હેતું કેન્ડી બનાવનાર વિક્રેતાઓ અને ગ્રાહકોની વચ્ચે રંગીન કેન્ડીમાં હાજર હાનિકારક રસાયણો વિશે જાગૃકતા પેદા કરવાનું છે.
આ મામલામાં ખાદ્ય વિભાગના અધિકારીઓને કેસની સમીક્ષા કરવા અને ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. રોડોમાઈન-બીનો ઉપયોગ સામાન્ય રીતે કપડા ઉદ્યાગમાં કરવામાં આવે છે.
આ પાણીમાં મિક્સ થતા રાસાયણિક કમ્પાઉન્ડ છે જે ડાઈના રૂપમાં કામ કરે છે. આ કેમિકલ વ્યક્તિ માટે ઝેર સમાન છે. આ કેમિકલ વ્યક્તિના શરીરમાં જઈને ઓક્સીડેટિવ સ્ટ્રેસ પેદા કરી શકે છે. જ્યારે આ ખાદ્ય ઉત્પાદનોની સાથે મિક્સ કરવામાં આવે છે તો તેનાથી આવનાર સમયમાં કેન્સર અને ટ્યૂમર થવાનો ખતરો વધી શકે છે.