ભારતમાં થોડા વર્ષ પહેલા એક ફિલ્મ આવી હતી, ઉડતા પંજાબ, ત્યારે ભારતમાં 20 લાખ લોકો આના બંધાણી છે. યુવાપેઢી અને માલેતુજારો વધારે લઈ રહ્યા છે, ત્યારે 20 લાખ નશાખોર NCB સકંજો કરવાના મૂડમાં છે, 142 જેટલા ડ્રગ્સ સિંડિકેટ પર તપાસ ચાલી રહી છે. જે કારોબાર 1.40 લાખ કરોડ રૂપિયાનો હોવાનું સૂત્ર જણાવે છે. સમગ્ર દેશમાં ચાલી રહેલા એસીબીની તપાસમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સિંડિકેટ લિંક પશ્ચિમ યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકાના દેશો અને પશ્ચિમ એશિયા સાથે છે.
નશાના 142 સિંડિકેટ માંથી 25 સિંડિકેટ હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં એક્ટિવ છે, 9 સિંડિકેટ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવામાં એક્ટિવ છે. તેમનો સંબંધ અફઘાનિસ્તાનમાં તાલિબાન અને પાકિસ્તાનમાં ISI. સાથે છે, જયારે અમુક કોલંબિયાના ડ્રગ્સ તસ્કરી યુરોપ, કેનેડા અને મેકિસકોમાં હાજર પોતાના સહયોગીઓની સાથે મળીને કામ કરી રહ્યા છે. કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં 10 મોટા સિંડિકેટ છે. સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનમાં એનસીબીની તપાસ ચાલુ છે. જે બાદ બોલિવૂડની અનેક હસ્તીઓને પણ ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું હતું.
એનસીપી તરફથી કરવામાં આવેલ એનાલિસિસ પ્રમાણે, સિંડિકેટ અરબો રૂપિયા આ કારોબારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને તેની લિંક પરિચમ યુરોપ, કનાડા, આફ્રિકા, સાઉથ અમેરિકાના દેશો, પશ્ચિમ એશિયા સાથે છે. NCB નું અનુમાન છે કે, 360 મેટ્રિક ટન રિટેલ ક્વોલિટી હિરોઈન અને 36 મેટ્રિક ટન હોલસેલ ક્વોલિટી હિરોઈન, જે વધારે શુદ્ધ હોય છે, તેને દેશના અલગ-અલગ શહેરોમાં વેચવામાં આવે છે. દરરોજ લગભગ 20 લાખ લોકો એક હજાર કિલો હાઈ ક્વોલિટી હિરોઈન નો નશો કરે છે.
પંજાબ ડ્રગ્સ તસ્કરી નું કેન્દ્ર બનેલો છે. ગત વર્ષે રાજ્યમાં 15449 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 74620 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે 2020માં કુલ 18500 લોકોમાંથી 5299 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તથ્યને અમિત શાહને પણ મોકલવામાં આવ્યા છે. અમિત શાહે સિન્ડિકેટ પર કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.