યુવા મતદારોમાં મતદાન જાગૃતિ ફેલાવવા આગામી સમયમાં અમદાવાદ શહેરમાં આવેલ યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓને પણ આવરી લેવાનું આયોજન
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી ખાતે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શનમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોનાં મતદાન જાગૃતિ સાથે વધુમાં વધુ મતદાન કરાવવા અંગેનો જાગતિ કાર્યક્રમ યોજાયો હતો.
વધુમાં વધુ યુવા મતદારોની ભાગીદારી સાથે તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં જોડવા માટે રંગોળી સ્પર્ધા, સિગ્નેચર કેમ્પેઈન, શેરી નાટકો, પ્રભાત ફેરી, યુવા વિધાર્થીઓ સાથે ચર્ચા ગોષ્ઠિ, ઈ પોસ્ટર મેકિંગ, રીલ્સ, વિડિયો, ડોક્યુમેન્ટરી, સેલ્ફી બુથ એમ અવનવા પ્રયોગો આ સંદર્ભે આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટી સાથે અમદાવાદ શહેરમાં આવેલ અન્ય યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓને પણ આવરી લેવાનું આયોજન છે.જિલ્લા કલેકટર કચેરીના સ્વીપના નોડલ ઓફિસર અને ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના કાર્યકારી ગ્રંથપાલ ડૉ. યોગેશ પારેખના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી તમામ શૈક્ષણિક કોલેજો સહિત અનુસ્નાતક ભવનોમાં પણ મતદાન જાગૃતિ અભિયાન સંદર્ભે વૈવિધ્યસભર પ્રવૃત્તિઓનું કેમ્પ તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી પણ આયોજિત કરવામાં આવશે.