અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ તરીકે નામના મળી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવે છે પણ ગુજરાતની આસપાસ આવેલ રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. ત્યારે દર્દીઓને તથા દર્દીના સાથે આવેલા સગા વ્હાલાઓને કોઈ તકલીફ ન પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં જ એક ઈનહાઉસ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલમાં રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ તથા દર્દીઓના સગા વાલા હોસ્પિટલે આવતા હોય છે. જ્યારે અમુક દર્દીઓ સ્પેશિયલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગુજરાતના અલગ જિલ્લાઓ અને અન્ય રાજ્યમાંથી પણ આવતા હોય છે. ત્યારે દર્દીને એક અથવા તો એકથી વધુ સ્પેશિયલ ડોક્ટર અને વિભાગોની જરૂર પડતી હોય છે. ત્યારે પહેલા અમદાવાદ સિવિલમાં અન્ય ડોક્ટરની સલાહ લેવા માટે દર્દીના સગા વાલા હોય એક વિભાગથી બીજા વિભાગમાં કરવું પડતું હતું. પરંતુ લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડોક્ટરની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેથી દર્દીઓના સગા વાલા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવાનો વારો આવતો નથી.
અમદાવાદ સિવિલની ભૂતકાળની વાત કરવામાં આવે તો જો કોઈ અકસ્માતનું કેસ હોય તો તેને પહેલા ઈમરજન્સીમાં ખસેડવામાં આવતા હતા અને જો તેનું હાડકામાં કોઈ વાંધો ફ્રેકચર હોય તો ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવતા હતા. ત્યારબાદ માથાની ઈજા હોય તો દર્દીના સંબંધીએ ન્યુરોલોજીસ્ટ પાસે જઈને એન્ટ્રી કરાવી પડતી હતી. ત્યારબાદ ડોક્ટર જે તે દર્દીની મુલાકાત લેતા હતા. જ્યારે આ ભૂતકાળમાં દર્દીની પરિસ્થિતિ કેવી છે. તે અંગે ડોક્ટર પણ અજાણ હોય તો અમુક કલાકો બાદ આવતા હતા. પરંતુ હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશનમાં ઈમરજન્સી સર્વિસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે જો કોઈ અન્ય વિભાગના ડોક્ટરની જરૂર હોય તો તેઓ પણ ગણતરીની મિનિટોમાં જ દર્દીના બેડ ઉપર પહોંચીને સારવાર કરે છે.
આમ અમદાવાદ સિવિલમાં જે પણ દર્દીઓ આવે છે. તે મધ્યમ વર્ગના અને ગરીબો જ દર્દીઓ વધુ પ્રમાણમાં હોય છે. ત્યારે આવા દર્દીઓના મુશ્કેલીના સમયે તેમના સગા સંબંધીઓએ એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફરવા માટે કલાકોનો સમય વીતી જાય છે. લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ ઉપરાંત અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. ત્યારે ઈમરજન્સીમાં દર્દીની તાત્કાલિક સારવાર મળે ઉપરાંત દાખલ દર્દીને સમયસર ડોકટર ની સલાહ મળી રહે તે રીતનું આયોજન અમદાવાદ સિવિલમાં કરવામાં આવ્યું છે. જે હવે આગામી દિવસોમાં ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલમાં પણ આયોજન કરવામાં આવશે.