ગાંધીનગર રાયસણનાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી તેમજ પીડીપીયુ વચ્ચે નિર્માણાધીન મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઈડ ઉપરથી અજાણ્યા ચારેક ઈસમો સાડા ત્રણ લાખની કિંમતની 500 નંગ બેઝ પ્લેટો તથા ફીટીંગ્સ ચોરીને ફરાર થઈ જતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરકારનો મહત્ત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટને ચૂંટણી પહેલા આખરી ઓપ આપી દેવા માટે રાત દિવસ કામકાજનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગાંધીનગરના રાયસણમાં આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને પીડીપીયુ યુનિવર્સિટી વચ્ચે મેટ્રો સ્ટેશન બનવા જઈ રહ્યું રહ્યું છે. અહીં સેંકડો મજૂરો રાતદિવસ કામગીરી કરતા હોય છે. તેમ છતાં અજાણ્યા ત્રણ થી ચાર ઈસમો અત્રેની નિર્માણાધીન બાંધકામ સાઈડ ઉપરથી એકસાથે 500 નંગ બેઝ પ્લેટો ચોરીને ફરાર થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
ચાંદખેડા TP – 44 નિગમ રોડથી FP-216 ખાતે કે. ઈ.સીઈન્ટરનેશનલ કંપનીમા આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા પ્રતીક માથુરે ફરીયાદમાં દાવો કર્યો છે કે, 17 મી ફેબ્રુઆરીએ રાતના તેઓ પોતાના ઘરે હાજર હતા. ત્યારે પીડીપીયુ મેટ્રો સ્ટેશન ઉપર સુપરવાઇઝરનું કામકાજ કરતા અભિષેક શ્રીનાથસિંગે ફોન કરીને જાણ કરેલ કે ત્રણથી ચાર ઈસમો સાઈડ ઉપરથી લોખડની બેઝ પ્લેટો આશરે 500 તથા ફીટીગ્સ ચોરીને ફરાર થઈ ગયા છે.
આથી પ્રતીક માથુર સ્ટાફના અન્ય માણસો સાથે તાત્કાલિક મેટ્રો સ્ટેશન સાઈડ પર આવી પહોંચ્યા હતા. અને ઉપરી અધિકારીને અધિકારીને જાણ કરી હતી. જેમની સૂચના મુજબ પ્રતીકે ફરિયાદ આપતા ઈન્ફોસિટી પોલીસે સાડા ત્રણ લાખની કિંમતની બેઝ પ્લેટોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતાં જાણભેદુ અજાણ્યા ઈસમોએ ચોરી કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.