ચંડીગઢ મેયર ચૂંટણીમાં થયેલી ધાંધલી મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે પરિણામ રદ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજયી જાહેર કરી દીધા છે. સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે રિટર્નિંગ ઓફિસર દ્વારા અમાન્ય ઘોષિત કરેલા તમામ 8 વોટને માન્ય ગણવાનો નિર્દેશ આપ્યો હતો. આ તમામ વોટોને બેલેટ પેપર પર રિટર્નિંગ ઓફિસરે ક્રોસ લગાવ્યો હતો.
આ મામલે સુનાવણી કરતા સીજેઆઈએ કહ્યું કે, તમામ 8 વોટ અરજીકર્તા ઉમેદવાર કુલદીપ કુમારના પક્ષમાં હતા. રિટર્નિંગ ઓફિસરે પોતાના અધિકાર બહાર જઈને કામ કર્યું. કાલે સોમવારે સવાલ પૂછતા પહેલા અમે અનિલ મસીહને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી દીધી હતી. રિટર્નિંગ ઓફિસરે 8 બેલેટ પેપર પર પોતાનો માર્ક લગાવ્યો. ઓફિસે પોતાના અધિકાર ક્ષેત્રથી બહાર જઈને કામ કર્યું છે. રિટર્નિંગ ઓફિસરે ગુન્હો કર્યો છે. તેના માટે તેમના પર કાર્યવાહી થાય.
હકીકતમાં જોઈએ તો, સીજેઆઈની બેંચ સામે સોમવારે રિટર્નિંગ ઓફિસરે સ્વીકાર્યું હતું કે, તેમણે બેલેટ પેપર પર ક્રોસ લગાવ્યો હતો. કોર્ટે રિટર્નિંગ ઓફિસર સાથે પૂછપરછ બાદ ચૂંટણી સંબંધિત તમા ઓરિજનલ વીડિયો રેકોર્ડિંગ અને દસ્તાવેજ મગાવ્યા હતા. જે કોર્ટમાં પહોંચ્યા હતા. રિટર્નિંગ ઓફિસરનો વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટમાં જમા કરી લેવામાં આવ્યા છે.