ડિઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે નવા યુગનો પ્રારંભ – નિતીન પટેલ

Spread the love

પ્રધાનમંત્રીનું  ડિઝીટલ ઇન્ડિયા મિશન પાર પાડવાના હેતુસર  ડીઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગિરકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર આપના દ્વારે આવી છે તેમ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે  ડિઝીટલ સેવા સેતુ પ્રારંભના કાર્યક્રમમાં જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે ડિઝીટલ સેવાસેતુ ના મહત્વપૂર્ણ ટેકનોલોજી આધારિત જનહિત સેવાકાર્યની સરકારની પ્રતિબદ્ધતા સાકાર થઇ રહી છે.તેમણે ઉમેર્યું હતું કે પ્રજાલક્ષી અભિગમ સાથે સરકાર નાગિરકોને સેવાઓ સરળતાથી ઘરઆંગણે મળે તે માટે કટિબધ્ધ છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ઉમેર્યું હતું કે પારદર્શી-નિર્ણાયક-સંવેદનશીલ-પ્રગતિશીલ સરકારનો ધ્યેય ડિઝીટલ સેવા સેતુથી મૂર્તિમંત થયો છે. ગ્રામીણ પ્રજાજનોને રોજ-બરોજની સેવાઓ પ્રમાણપત્રો માટે તાલુકા-જિલ્લામથકે જવું નહિ પડે-ગ્રામ પંચાયતમાં જ નજીવી ફી થી મળશે ઘરઆંગણે સુવિધા મળથી થશે જેનાથી નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થનાર છે.

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે છેવાડાના માનવીને પારદર્શક અને સરળતાથી સેવા મળી રહેતે માટે ગુજરાતે એ.ટી.વી.ટીના માધ્યમથી પહેલ કરી હતી જેમાં ૨૨૫ પ્રકારની સેવાઓ ઉપલ્બધ છે.આ ઉપરાંત સેવા સેતુના માઘ્યમ થકી સરકાર આપના દ્વારે કાર્યક્રમ સાથે મહેસાણા જિલ્લામાં સેવાસેતુ થકી ગ્રામ્ય કક્ષાએ ૧૪,૪૨,૦૦૦ શહેરી કક્ષાએ ૪,૨૫,૦૦૦  સેવાઓનો હકારત્મક નિકાલ કરાયો છે.આ સેવા સેતુ આજે ડિઝીટલ સેવા સેતુ બની ગ્રામ્યક્ષેત્રે નવીન સેવાઓ ઉમેરવાથી નાગિરકોને સીધો ફાયદો થનાર છે. મહેસાણા જિલ્લામાં આજે ડિઝીટલ સેવા સેતુના માધ્યમ થકી જિલ્લાના ૧૨૭ ગામોને આવરી લેવામાં આવેલ છે.આગામી સમયમાં તબકકા વાર ડિઝીટલ સેવા સેતુનો લાભ તમામ ગામોને મળનાર છે.મહેસાણા જિલ્લામાં ડિસેમ્બર સુધીમાં ૫૭૯ ગામોને ફાઇબર નેટવર્કથી જોડી સેવાઓને લાભ મળતો થનાર છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડિઝીટલ ટ્રાન્સફોર્મેશનની નવી પહેલ કરતાં ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડીને ભારત નેટ પ્રોજેકટ અન્વયે ડિઝીટલ સેવા સેતુનો નવતર અભિગમ શરૂ કરીને તાલુકા-જિલ્લા સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓ ગ્રામ્યસ્તરે સામાન્ય માનવીને તેની અનુકૂળતાએ અને નજીવી ફી દ્વારા ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ગુજરાત સમગ્ર દેશમાં આ વ્યવસ્થા વિકસાવી ભારત નેટ ફેઇસ-ર માં દેશભરમાં અગ્રેસર રહ્યું છે.ડિઝીટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં 100 MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે.

આ  સેવાઅંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફી થી મળશે. આ ઉપરાંત  ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.  તદઅનુસાર, Oaths Act 1969ની કલમ-૩ ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવી છે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે.  કાર્યક્રમમાં ડિઝીટલ સેવા સેતુના લભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુંભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીની વિવિધ સમાજ,સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,ડિસ્ટ્રીક બેન્ક ચેરમેન વિનોદભાઇ પટેલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી,પ્રાન્ત અધિકારી કડી કેતકીબેન વ્યાસ સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,ગ્રામજનો,સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com