દેશમાં તહેવારોની સિઝન અને શિયાળની ઋતુ આવી રહી છે, ત્યારે ઠંડકમાં કોરોના વધારે પ્રસરે છે, અને તહેવારોમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં ખાવામાં ધ્યાન ન રાખો તો શરદી, ખાંસી, તાવ, ઉધરસની સિઝન હવે શરૂ થઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને ભારતના વડાપ્રધાન હેલ્થ ઈઝ વેલ્થ, જાણ હૈ તો જહાન હૈ તેવું સાર્થિક કરીને પ્રજાને કોરોનાથી બચવા એક જન આંદોલનની શરૂઆત આજથી શરૂકારી દીધી છે. દેશભરમાં જન આંદોલનની શરૂઆત કરશે આ અભિયાન હેઠળ લોકોને વાયરસથી બચવા માટેના ઉપાય અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામા આવશે જેમકે માસ્ક પહેરવું, સામાજિક અંતરનું પાલન કરવું અને હાથોને સાફ રાખવા સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક જાહેરાત જારી કરીને કહ્યું છે કે પ્રધાનમંત્રી આ અભિયાનની શરૂઆત ટ્વિટ દ્વારા કરશે. આ વિષે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રી મંડળની બેઠક બાદ કહ્યું કે કોરોના સંક્રમણથી બચાવનું એકમાત્ર હથિયાર માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને હાથ ધોવાના છે.
આ સિદ્ધાંતોનું પાલન કરીને સાર્વજનિક સ્થળોએ આ ઉપાયો વિશે જાગૃતિ વધારવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે કોરોનાના સમયમાં જ્યારે ડરવાના નહિ પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. આ સંદેશ જન જન સુધી પહોંચે તે માટે જનચેતના અભિયાન ચલાવવામાં આવશે. વેક્સિન અને દવા વિના હાથ સાફ રાખવા, સામાજિક અંતર જાળવવું અને માસ્ક પહેરવું જ આપણું સુરક્ષા કવચ છે. કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે આ અભિયાન હેઠળ બેનર અને પોસ્ટર લગાવવામાં આવશે. વળી, ઠંડી આવી રહી છે અને ઠંડીના દિવસોમાં સાવચેતી રાખવી જોઈએ અને આ વિશે જન આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે લોકો સાથે સંપર્કવાળા બધા સ્થળો પર બેનર, પોસ્ટર અને સ્ટીકર લગાવવામાં આવશે. પછી ભલે તે સ્થળ બસ સ્ટોપ હોય કે પછી એરપોર્ટ, ઑટો રિક્ષા હોય કે પછી મેટ્રો કે પેટ્રોલ પંપ આ સાથે જ આંગણવાડી, સ્કૂલ અને કોલેજ, પોલીસ સ્ટેશનમાં પણ આવા બેનર અને પોસ્ટર લગાવવામાં આવશે. લોકો જ્યાં પણ કામ કરે છે, એ બધી જગ્યાએ આ ચેતના અભિયાન ચલાવવામાં આવશે.