કોરોનાની મહામારી વચ્ચે 60 દિવસ કરતાં વધારે સમય બંધ રહ્યા બાદ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એક વખત તેજી આવી છે. સુરતનો હીરા ઉદ્યોગો કોરોનાની મહામારી પહેલા પણ મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. જેને લઇને રત્નકલાકારો પણ મુશ્કેલીમાં હતા પરંતુ લોકડાઉનપછી અનલોકમાં હીરા ઉદ્યોગમાં તેજી આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હીરા ઉદ્યોગમાં તેજી હોવાના કારણે આ વર્ષે દિવાળી વેકેશન માત્ર 5 દિવસમાં જ રાખવામાં આવશે, રિપોર્ટ અનુસાર જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રિજનલ વડા દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં જે પોલીસિંગ ઇન્ડસ્ટ્રી છે. તેના માટે રફ હીરાની આવક ખૂબ જ જરૂરી છે. સુરતના વેપારીઓ હીરાની ખરીદી કરવા માટે સાઉથ આફ્રિકા, કેનેડા, બ્રસેલ્સ રશિયા, બ્રોવાના કે પછી દુબઇ જાય છે. કોરોનાની મહામારી વચ્ચે ચાર મહિના બંધ રહ્યા બાદ હીરા ઉદ્યોગમાં ખુલ્યો છે અને હાલ હીરા બજાર ખૂબ જ સારું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે. જેથી દિવાળી નજીક આવતા હીરા ઉદ્યોગમાં તેજી આવી રહી છે. જેના કારણે દિવાળીનું વેકેશન 5 દિવસનું જ રહેશે.
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનું વેકરીયા જણાવ્યું હતું કે, વેકેશન કેટલા સમયનું રાખવું તે બાબતે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તમામ ઉદ્યોગકારોના મત જાણ્યા બાદ વેકેશન બાબતે નિર્ણય લેવામાં આવશે. જો બધા લોકોની ઈચ્છા વેકેશન ન પાડવાની હોય તો એ મુજબ કામ કરશે કારણ કે, લોકડાઉનમાં ઘણા સમય હીરાના કારખાના બંધ રહ્યા છે. એટલે તમામ ઉદ્યોગકારોના મત જાણ્યા બાદ હીરા ઉદ્યોગમાં વેકેશન કરવું કે, નહીં તે બાબતે નિર્ણય લેવામાં આવશે. મહત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉનના કારણે સુરતના હીરા ઉદ્યોગના ખૂબ જ મોટી અસર થઈ હતી, રત્નકલાકારોની હાલત ખૂબ જ કફોડી બની હતી પરંતુ હવે અનલોક માં રાજ્ય સરકારે હીરાઉદ્યોગને ખોલવાની છૂટ આપી છે અને હીરાઉદ્યોગ હવે પહેલાની જેમ શરૂ થઈ ગયો છે. જેના કારણે રત્નકલાકારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શરૂઆતમાં જ્યારે હીરાઉદ્યોગને મંજૂરી મળી હતી ત્યારે અનલોક એક માં કોરોનાનું સંક્રમણ વધતા હીરા ઉદ્યોગને 15 દિવસ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ ફરીથી હીરાઉદ્યોગ ખોલવામાં આવ્યો હતો અને હવે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ભારતમાં ઓગસ્ટ મહિનામાં પોલીસિંગ કરેલા હીરા નો બિઝનેસ 9,000 કરોડ રૂપિયા થયો હતો અને પાછળના વર્ષે ઓગસ્ટ મહિનાનો હીરાનો બિઝનેસ 11,000 કરોડ રૂપિયા હતો. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે હીરાના બિઝનેસમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ એપ્રિલ મહિનામાં પણ 3,000 કરોડના હીરા એક્સપર્ટ થયા હતા, જે છેલ્લા પાછળના ચાર મહિનામાં સૌથી મોટો ઉછાળો કહી શકાય કારણ કે, પોલીસિંગ કરેલા હીરાના એક્સપોર્ટ રિકવરી આવી છે. આ હીરાની અમેરિકા, UK તથા ચીનમાં ડિમાન્ડ વધી છે.