દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકો બેકાર થાય છે, ત્યારે ગુ.સરકારે પણ નાણાકીય ખર્ચાઓ ઉપર કાપ મૂક્યો છે, ત્યારે હવે પોતાની માંગને લઈને કર્મચારી મહામંડળ સરકાર સામે બાથ ભીડવ્વા તૈયારી કરી રહ્યું છે. પેટાચૂંટણી ની તારીખો નક્કી થાય બાદ કર્મચારીમંડળે પત્ર પાઠવીને ગુગલી નાખી છે, મંડળ ધ્વારા મુખ્યપ્રધાન વિજયા રૂપાણીને જે મુદ્દાઓ છે તેમાં સરકારી કર્મચારીઓ ની માંગણી પૂરી કરવા અને મોંઘવારી ભથ્થાને, યુકતી આપવા માટેની માંગ કરાઇ છે. સાથે જ ફીક્સ કર્મચારી ભરતીની નીતીને પણ બંધ કરવા માટે ની માંગ કરવામાં આવી છે. હવે રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પણ આંદોલન શરૂ કરાય તેવા એંધાણ વર્તાવા લાગ્યા છે. એક તરફ પેટાચૂંટણી અને બીજી તરફ એવા સમયે જ સરકારને નાક દબાવવા સ્વરુપ પ્રયાસ કર્મચારી મહામંડળે કર્યો છે. પોતાના હક્કો અને ફિક્સ પગાર નીતિ બંધ કરવા જેવા મુદ્દે હવે સરકારને લેખિત રજુઆત કરીને સરકારને કર્મચારીઓની લડતના એંધાણ પાઠવ્યા છે. રાજ્યમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે કે તેને લઈને રાજ્ય સરકાર દ્રારા શ્રમીકો, ઉઘોગો, વેપારી અને ખેડુતો સહિતને વિવિધ રાહત પેકેજ આપે છે. આવા સમયે કર્મચારીઓને પણ તેમના જીવન ગુજરાન માટે વિવિધ પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આ માટે આર્થિક સમસ્યાઓ પણ વેઠવી હોય છે. જેથી સરકારી કચેરીઓ પણ પોતાના મોંઘવારી ભથ્થા સરકારે હાલમાં ફ્રિઝ કર્યા છે તે મુક્ત કરવા જોઇએ અને સરકારે સત્વરે તે કર્મચારીઓને ચૂકવી આપવા માટે માંગ કરી છે. આ ઉપરાંત રાજ્યમાં સરકારી ભરતીના સ્થાને ફિક્સ અને કોન્ટ્રાક્ટ પધ્ધતી થી ભરતી કરવામાં આવી રહી છે. તે નીતીને પણ બંધ કરવા માટે માંગ કરી છે. રાજ્યમાં ત્રણ લાખ કોન્ટ્રાક્ટ આધારીત અને એક લાખ ચાળીસ હજાર કર્મચારી ફિક્સ વેતન ના ફરજ બજાવે છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પણ ગુજરાત મોડલ થી ફીક્સ વેતન ભરતી કરવાની નીતી અમલમાં મોકલવા પ્રયાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશ સરકારના કર્મચારીઓ અને લોકો એ પણ અંગે વિરોધ અને આક્રોશ દર્શાવતા આ નિતીને મોકુફ કરી દેવાઇ હતી અને આ બાબતે તેના ઉપમુખ્યપ્રધાને પણ સ્પષ્ટતા કરવી પડી હતી આમ ગુજરાતમાં પણ હવે ફીક્સ વેતન પધ્ધતીને નાબુદ કરવા માંગ કરવામાં આવી છે. આ માટે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને પણ પત્ર પાઠવીને વિનંતી કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા દિન પંદરમાં તેમની માંગણી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરાઇ છે. જો તેમ કરવામાં સરકાર યોગ્ય નહી કરે તો મંડળ દ્વારા બેઠક બોલાવીને આગળની યોજનાઓ ઘડવામાં આવશે તેમ પણ ચિમકી ઉચ્ચારી છે. રાજ્ય કર્મચારી મહામંડળ ના પ્રમુખ આર એચ પટેલ વાત કરતી જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ફીક્સ પગાર અને કોન્ટ્રાક્ટ કર્મચારીની નીતી ને બંધ કરવી જોઈએ, કર્મચારીઓના હક્કના મોંધવારી ભથ્થાના ફીજ કર્યા છે તે મુકત કરવા માટે માંગ કરી છે, સરકાર જો વિવિધ સ્તરના લોકોને રાહત પેકેજ આપતા હોય તો, પોતાના કર્મચારીઓને તેમના હક પણ આપવા જોઇએ. ઉત્તર પ્રદેશ સરકારે પણ ગુજરાત મોડલ નીતી અપનાવવા પ્રયાસ કર્યો હતો અને તે પડતો મુકાયો છે. તો અહીં પણ હવે ફીક્સ પગાર અને કોન્ટ્રાક્ટ નીતી બંધ કરી દેવી જોઇએ.