દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાંટનો મહાનગર પાલિકાને ફાળવી છે. ત્યારે આ કરોડોની ગ્રાંટને લાખોમાં ફેરવીને કરોડો રૂપિયાની સરકારી ઉચ્ચ બાબુઓએ ભારે બનાવ્યા હોવાની ચર્ચા જગાવી છે. ત્યારે દરેક કમિશન એ હવે ટકાવારી થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ બે હાથે નહીં પણ ચાર હાથે મહાનગર પાલિકાના વિકાસ માટે ફાળવે છે ત્યારે ૧ કરોડોની ગ્રાંટ અહીંયા ૧૨ લાખ બની જાય છે ત્યારે હજુ હમણાં ખીચડી કઢી કૌભાંડ સુરતનું ગાજ્યુ જેમાં ૧૫ કરોડની ખીચડી કઢી ખાઈ ગયા કે ૧૫ કરોડોમાંથી કેટલા સ્વાહા રકમ થઈ તે સેટીંગ ડોટ કોમ અને ઉચ્ચ અધિકારીઓની મીલીભગત વગર શક્ય જ નથી ત્યારે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર એવા કેતન પટેલ પાસે આવકની તુલનાએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં તપાસ કરવા માટે સરકારે મંજૂરી આપી છે. સુરત મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે એસીબી તપાસ કરશે. જેમાં ગાંધીનગર બંગલો, ડાયમંડની ખરીદી અંગે તપાસ કરવામાં આવશે. એસીબી તપાસમાં ૫ થી ૬ લક્ઝુરીયસ કાર મળી આવી છે તેમજ કરોડો રૂપિયા મકાન, વિદેશ પ્રવાસ અને અપ્રમાણસર મિલકતની ફરિયાદ ઊઠી છે. ત્યારે સોનું, ડાયમંડ કરીદી બાબતે તથા ઈમ્પેક્ટ ફી બાબતે ઘનિષ્ઠ તપાસ થયા તેવી વકી છે. કેતન પટેલના પરિવારે વિદેશ પ્રવાસ પણ કર્યો છે. જે સામાન્ય રીતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર માટે શક્ય નથી, તેની તપાસમાં અનેક નવા ફણગા ફૂટે તો નવાઈ નહીં. એસીબીની આ તપાસને લઈને સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ રાજીનામુ આપે તેવી પણ સંભાવના છે.