વિશ્વઉમિયાધામ ખાતે 100 બહેનોએ રંગોળી અને મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો
ગુરૂવારના રોજ વિશ્વઉમિયાધામ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલના 10થી વધુ સુપરસ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હાજર રહેશે
અમદાવાદ
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિર નિર્માણ નું કાર્ય પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરની આજથી ચતુર્થ પાટોત્સવની ઉજવણી શરૂ થઈ છે. ભક્તિ ભાવ સાથે રાજ્યભરમાંથી મા ઉમિયાના ભક્તો વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પધાર્યા છે.
આજે બુધવારના રોજ મહેંદી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જગત જનની મા ઉમિયાની પ્રતિકૃતિની થીમ પર 100થી વધુ બહેનોએ રંગોળી સ્પર્ધા અને મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત મા ઉમિયાની ભક્તિમાં લીન થતા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. ચતુર્થ પાટોત્સવની ઉજવણી પ્રસંગે યુવા ઉદ્યોગસાહસિકો માટે બિઝનેસ કોન્ક્લેવનું પણ આયોજન કરાયું હતું. જાસપુર વિશ્વઉમિયાધામ ખાતે 500થી વધુ યુવા ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિમાં બિઝનેસ કોન્ક્લેવ યોજાયો હતો. જેમાં વિવિધ ઉદ્યોગ સાહસિકોઓએ B 2 B મિટિંગ પણ કરી હતી. બિઝનેસ કોન્ક્લેવ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામના બિઝનેસ પ્રકલ્પ VIBES દ્વારા બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. ગુજરાતના વિવિધ 6 શહેરોમાં VIBESના 8થી વધુ ચેપ્ટર કાર્યરત છે. જેમાં વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા યુવા ઉદ્યોગસાહસિકો પોતાનો બિઝનેસ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકસીત કરી રહ્યા છે. મહત્વનું છે કે વિશ્વઉમિયાધામ ચતુર્થ પાટોત્સવની ઉજવણી વિશ્વના અન્ય 5 દેશોમાં પણ થઈ રહી છે. ગુરૂવારના રોજ વિશ્વઉમિયાધામ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલના 10થી વધુ સુપરસ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હાજર રહેશે.
29 ફેબ્રુઆરી, ગુરુવારના કાર્યક્રમ
સવારે 08:30 કલાકે—ધ્વજારોહણ
સવારે 09.00 કલાકે—નવચંડી યજ્ઞ
સવારે 09.10 થી 01.00 – મેડિકલ કેમ્પ
બપોરે 12.00 કલાકે—અન્નકુટ મહાઆરતી
બપોરે 01.00 કલાકે –ભોજન પ્રસાદ
સવારે 09.00 થી 03.30—અખંડ ધુન
બપોરે 04.00 થી 05.30— ધર્મસભા
સાંજે 5.30 કલાકે —શ્રીફળ હોમવાનો સમય
સાંજે 07.00 કલાકે – મા ઉમિયાની મહાઆરતી
સાંજે 07.30 કલાકે – ભોજન પ્રસાદ