અમદાવાદ
જૂનાગઢ બી-ડીવીઝન પો.સ્ટે. ખાતે આઈ.પી.સી. કલમ ૧૬૭, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૩૮૫, ૩૮૯, ૧૧૪, ૧૨૦(બી) તેમજ ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમની કલમ ૭ & ૨ હેઠળ નોંધાયેલ એફ.આઈ.આર. નંબર: ૧૧૨૦૩૦૨૪૨૪૦૫૩ની તપાસ હાલ ગુજરાત એ.ટી.એસ. ચલાવી રહેલ છે. આ તપાસમાં ઉંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરતા જણાઇ આવેલ કે આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટને શરૂઆતથી જ મદદ કરનાર તેમજ ગેરકાયદેસર નાણાકીય લાભ લેવા માટે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવવા માટે ૬૦૦થી વધારે બેન્ક એકાઉન્ટની માહિતી આપનાર સહઆરોપી નામે દીપ રાજેન્દ્ર શાહની સઘન પુછપરછ તેમજ તેઓની વિરૂધ્ધ સંકલીત કરેલ પુરાવાઓના આધારે ધરપકડ કરેલ છે.આ કામે હકિકત એવી છે કે, જુનાગઢ તોડકાંડના ગુનાની તપાસ ગુજરાત એ.ટી.એસ.ને સોંપાતા આ કામના મુખ્ય આરોપી એવા સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટ નાસતા-ફરતા રહેલ જેને ગત તા. ૦૨/૦૨/૨૦૨૪ના રોજ પકડી પાડી પોલીસ રીમાન્ડ મેળવવામાં આવેલ, જે દરમ્યાન તેઓની પુછપરછમાં તેઓને ભગાડવામાં મદદ કરનાર તરીકે દીપ રાજેન્દ્ર શાહનું નામ ખૂલવા પામેલ તેમજ આ દીપ શાહ ધરપકડથી બચવા માટે દુબઇ ભાગી જવાની ફિરાક હોવાનું જાણવા મળતા તેને ઝડપી પાડવામાં આવેલ.ત્યારબાદ તેની સઘન પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, દીપ શાહ ડી.સી.બી. અમદાવાદ શહેર ખાતે અગાઉ નોંધાયેલ ફ્રેન્ડશીપ ક્લબ સંબંધેના ગુનામાં પકડાયેલ હતો કે જેના ત.ક. અધિકારી જે તે સમયના ડી.સી.બી. અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા તત્કાલીન પો.સ.ઈ. તરલ ભટ્ટ હતા. ત્યારથી તેઓ બન્ને એકબીજાના પરિચય અને સંપર્કમાં આવેલ હતા. તેમજ ત્યારબાદ માધુપુરા ક્રિકેટ સટ્ટા-બેટીંગ ના ગુનાની રેઇડ દરમ્યાન પણ તત્કાલીન પી.સી.બી. પો.ઇન્સ. તરલ ભટ્ટ દ્વારા આ દીપ શાહ ને બેન્ક એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા- બેટીંગમાં ઉપયોગ થાય છે કે કેમ? તેના વેરીફીકેશન માટે બોલાવેલ હતા.તેમજ હાલના જુનાગઢ તોડકાંડના ગુનામાં ફ્રીઝ કરવામાં આવેલ બેન્ક એકાઉન્ટની માહિતી દીપ શાહ દ્વારા માણાવદર સર્કલ પો.ઇન્સ. તરલ ભટ્ટને આપવામાં આવેલ તેમજ આ અંગે તેમને રૂબરૂ મળવા જુનાગઢ ખાતે પણ ગયેલ. તથા સદર ગુનો નોંધાતા ફરાર થયેલ પો.ઇન્સ. તરલ ભટ્ટને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈન-ઇન્દોર ભાગી જવામાં મદદ કરેલ અને આ જગ્યાએ હોટલોમાં રોકાણ વખતે દીપ શાહ દ્વારા તરલ ભટ્ટ માટે તેના અન્ય પરિચિતનું ઓળખપત્ર આપવામાં આવેલ હતું. બાદમાં તરલ ભટ્ટ પકડાઇ જતા દીપ શાહએ પોતાના તમામ મોબાઇલ ફોન તોડી નાખેલ અને દુબઇ ભાગી જવાની તૈયારીમાં હતા.જે દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. દ્વારા તેને પકડી પાડવામાં આવેલ. વધુમાં, દીપ શાહ નાઓની પુછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે, આ ગુનામાં પકડાયેલ આરોપી તરલ ભટ્ટના દુબઇથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા બિરજુ શાહ નામના બુકીએ હવાલા મારફતે મુંબઇ ખાતેથી મોકલાવેલ નાણાં રૂ. ૨૭,૯૪,૪૦૦/- તેમજ રૂ.૯,૮૪,૪૦૦/- અલગ અલગ તારીખ સમયે આંગડીયામાં મંગાવી પોતાના માણસ મારફતે તે પૈસાની ડીલીવરી મેળવી આરોપી તરલ ભટ્ટના માણસને આપેલ. આમ દીપ શાહ શરૂઆતથી અંત સુધી સદર ગુનામાં મુખ્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટનાઓ સાથે સંકળાયેલ છે.
તેમજ સદર આરોપી દીપ શાહ નાઓ અગાઉ (૧) અમદાવાદ DCB પો.સ્ટે.માં ફ. ગુ.ર.નં.
૨૮૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ તથા (૨) અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ ફ.
ગુ.ર.નં. ૦૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૬, ૪૦૬, ૪૨૦ તથા (૩) કલોલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.
૫૦૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૦૩, ૫૦૪, ૩૨૩, ૧૧૪ તથા અમદાવાદ નવરંગપુરા પો.સ્ટે.ના
ચીટીંગના બે ગુનાઓમાં પકડાયેલ છે તેમજ તેને પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ
પાસા હુકમ નં. ૬૨૩/૨૦૧૬ તા.૮/૧૧/૨૦૧૬ થી પાસા હેઠળ અટકાયત કરેલ હતો.
આમ મુખ્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટ દ્વારા પોતાના અંગત એવા દીપ શાહ મારફતે મેળવેલ બેન્ક એકાઉન્ટની માહિતીને ક્રિકેટના સટ્ટા બેટીંગના જુગારના કેસો
કરવા અંગેની ડ્રાઇવ મુજબની બાતમી બતાવી જુનાગઢ સાયબર સેલ મારફતે આ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવી તે એકાઉન્ટ અન-ફ્રીઝ કરાવવા જે-તે બેન્ક એકાઉન્ટમાં રહેલ રકમની ૪૦% થી ૫૦% રકમ પોતે પોતાના માટે તથા પોતાના સાગરીત દીપ શાહ માટે માંગેલ હતા. જે માંગણી બાબતેના બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સના સ્વતંત્ર સાહેદો તરીકેના સી.આર.પી.સી.ની ક. ૧૬૪ હેઠળ નિવેદનો પણ લેવામાં આવેલ છે. તેમજ કોઇ ગર્ભીત કારણોસર ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા એક ખાસ બુકી પાસેથી સહઆરોપી દીપ શાહ મારફતે કુલ રૂ. ૩૭,૭૮,૮૦૦/- આંગડિયા થકી મેળવેલ છે. તેમજ આ ગુનામાં ફ્રીઝ થયેલ અન્ય બેન્ક એકાઉન્ટના માલિકો ઉપર દબાણ બનાવી પૈસા મેળવવા માટેનું ગુનાહિત કાવતરૂં આ બન્ને પકદાયેલ આરોપીઓ દ્વારા રચેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે.