ભાજપ દ્વારા મ્યુ.કોર્પોના બજેટમાંથી આજદિન સુધી એક પણ સોલાર લાઈટ લગાવી નથી, છતાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૦.૨૩ કરોડ સ્ટ્રીટલાઈટનું વીજ બીલનું ભારણ

Spread the love

અમદાવાદ શહેરમાં એમ.પી.ના બજેટમાં સોલાર લાઇટો લગાડેલ હતી તે પણ હટાવી દીધી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં એમ.પી.ના બજેટમાં સોલાર લાઇટો લગાડેલ હતી તે પણ હટાવી દીધી મ્યુ.કોર્પો.દ્વારા આજદિન સુધી એક પણ સોલાર લાઇટ લગાવી નથી સત્તાધારી ભાજપ માત્ર સોલાર સીસ્ટમની મોટી મોટી પોકળ વાતો કરે છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની વિવિધ મિલકતો તથા સ્ટ્રીટ લાઇટ પાછળ કરોડો રૂા.વીજ બીલના ચૂકવવામાં આવે છે તેમજ વીજ બીલની રકમમાં ધટાડો કરવા એર્નજી સેલ કાર્યરત પણ છે તે સેલ દ્વારા એર્નજી ઓડીટ પણ કરવામાં આવે છે તેમ તંત્ર જણાવે છે પરંતુ એર્નજી સેલની કામગીરી મર્યાદિત છે પાંચ વર્ષનો સમયગાળો ઓછો ના કહેવાય પાંચ વર્ષમાં તમામ સ્ટ્રીટલાઇટોને સોલાર સંચાલીત કરી શકાય જે નથી કરી શક્યાં તેના પરિણામરૂપે સને ૨૦૧૯ થી સને ૨૦૨૩ સુધી એટલે કે પાંચ વર્ષમાં માત્ર સ્ટ્રીટલાઈટના વીજ બીલ પેટે મ્યુ. કોર્પો.દ્વારા ટોરેન્ટ પાવરને રૂા.૧૧૩.૭૨ કરોડ તથા યુજીવીસીએલને રૂા. ૧૬.૫૧ કરોડ ચૂકવવામાં આવેલ છે એટલે કે પાંચ વર્ષમાં માત્ર સ્ટ્રીટ લાઇટના વીજ બીલ પેટે કુલ રૂા. ૧૩૦.૨૩ કરોડની માતબર રકમ ચૂકવવામાં આવેલ છે ટોરેન્ટ પાવર તથા યુજીવીસીએલ દ્વારા થતાં વીજ ઉત્પાદનથી એર પોલ્યુશન પણ થવા પામે છે તેમ છતાં છેલ્લા પાંચ વર્ષમાં વીજ બીલ ધટાડવા બાબતની કોઈ નક્કર કામગીરી થયેલ નથી.સત્તાધારી ભાજપ દ્વારા દર વર્ષે બજેટમાં સોલાર એર્નજીથી વીજ બીલમાં બચત કરવાના પોકળ વાયદાઓ કરે છે જેથી સત્તાધારી ભાજપી કહેણી અને કરણીમાં મોટો વિરોધાભાસ ઉભો થવા પામેલ છે દર વર્ષે બજેટમાં વાયદોઓ કરે છે પરંતુ તેના અમલીકરણ કરવા બાબતે સત્તાધારી ભાજપ કોઇ નક્કર કામગીરી નથી કરતું એ કડવી વાસ્તવિકતા છે માત્ર ને માત્ર પોકળ અને જુઠા વાયદાઓ કરી પ્રજાને ગુમરાહ કરેલ છે. સ્ટ્રીટલાઇટનું વીજ બીલ કુલ ૧૩૦.૨૩ કરોડ તેમાં મ્યુ.મિલકતોના વીજ બીલનો સમાવેશ કરાતાં આ રકમ અધધ થઇ જવા પામેલ છે જેથી મ્યુ.કોર્પોની તિજોરી પર વીજ બીલનું ભારણ મહદાંશે ધટાડી શકાય અને એર પોલ્યુશન પણ ધટાડી શકાય તે માટે અમદાવાદ મ્યુનિ.કોર્પો.દ્વારા શહેરમાં આવેલ તમામ સ્ટ્રીટલાઇટ તથા તમામ મ્યુ.મિલકતો પર સોલાર સીસ્ટમ લગાવવા માટેની કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com