સિએસની અઘરી પરીક્ષા પાસ કરવામાં ઘણા લોકોના વર્ષો નીકળી જાય છે, તો પણ સફળતા મેળવી શકતા નથી.. પરંતુ અમદાવાદની 19 વર્ષની દીકરીએ આ સિદ્ધિ મેળવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ દીકરીનું નામ છે મહેક સેજવાની.. જે અમદાવાદની છે.. મહેકે સીએસના ત્રણેય લેવલ પ્રથમ ટ્રાયલમાં જ પાસ કરી લીધા.. અને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવે એ પહેલા CSની ડિગ્રી મેળવી લીધી છે.
મહેકે તેની સફળતા અંગે વાત કરતા કહ્યુ હતું કે તેને તેના પરિવારજનો તરફથી ખુબ સપોર્ટ મળ્યો હતો.. પોતાની સફળતા અંગે વાત કરતા તેણે કહ્યું કે સખત મહેનત અને સતત મહેનત બન્ને જરૂરી છે.. સવારથી સાંજ સુધી ક્લાસમાં અભ્યાસ બાદ ઘરે આવીને થોડો આરામ કરીને રાત-રાતભર તે અભ્યાસ કરતી .. તેણે કહ્યું કે કોઇ ફેમિલિ ફંકસન પણ તેણે અટેન્ડ કર્યા નથી.. આ જ કારણથી તેના પરિવારજનો ઘણીવાર તેની ચિંતા કરતા..
મહેકના પરિવારમાં બધા કાયદાની ડિગ્રીઓ ધરાવે છે.. જેથી તેઓની ઇચ્છા હતી કે મહેક પણ લો નો અભ્યાસ કરે અને એલએલબી કે પછી એલએલએમ કરે પરંતુ મહેંક CS કરવા મક્કમ હતી. અને તેણે તે કરી બતાવ્યું.. મહેકે આજે તેની સફળતાથી ગુજરાતનું નામ રોશન કર્યુ છે.