રેપ અને જાતીય સતામણી જેવી ઘટનામાં કાયદાના વિદ્યાર્થીઓનો જ અવાજ દબાવી દેવાય તો કોણ બોલશે! : હાઈકોર્ટ

Spread the love

GNLUમાં બેચમેટ દ્વારા એક વિદ્યાર્થિની સાથે રેપ અને

એક વિદ્યાર્થીની જાતીયતાને લઇને હેરાનગતિ મામલે ફેક્ટ

ફાઇન્ડિંગ કમિટીએ ગુજરાત હાઇકોર્ટને સીલ કવરમાં 22

ફેબ્રુઆરીએ રીપોર્ટ સોંપ્યો હતો. જેને આજે કોર્ટે ખોલીને

જોયો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આ રિપોર્ટ બહુ ડરામણો

છે. GNLUએ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. રિપોર્ટ

ખૂબ ડિટેઇલમાં છે. કમિટી સમક્ષ રેપ, શોષણ, ભેદભાવ,

હોમો ફોબિયા, અવાજ દબાવી દેવો, આંતરીક ફરિયાદ,

કમિટી ના હોવી, વિદ્યાર્થીઓની આંતરિક ફરિયાદ કમિટીને

જાણ ના હોવી વગેરે ફરિયાદો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીને મળી

છે.

આ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, GNLUના રજિસ્ટ્રારે અગાઉ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી. પરંતુ આ લોકો કેવી રીતે વિદ્યાર્થીઓને સાચવશે? આ રિપોર્ટમાં આરોપીઓના નામ પણ છે. કાયદાના વિદ્યાર્થીઓનો જ અવાજ દબાવી દેવાય તો કોણ બોલશે! આ ઘટના દબાવી દેવા પોલિટિકલ હસ્તક્ષેપ પણ થયો હતો. હાઇકોર્ટના નિર્દેશ અગાઉ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા સત્ય બહાર ના આવે તેવું કામ કરાયું હતું. ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીના સભ્ય પણ સામે ફરિયાદ મળી છે. આ રિપોર્ટ ઉપર હાઈ લેવલ તપાસની જરૂર છે. GNLUના રજિસ્ટ્રાર અને ડિરેક્ટર ઉપર પણ આક્ષેપો થયા છે. જૂની કમિટીએ કોર્ટમાં સોગંધ ઉપર ખોટું કહ્યું હતું. GNLUના પુરુષ પ્રોફેસર ઉપર પણ આક્ષેપો થયા છે. જો લો કોલેજમાં આવું ચાલતું હોય તો આપણે કોઈને મોઢું ના બતાવી શકીએ!

કોર્ટ મિત્ર આ રિપોર્ટ ઉપર કોણ પગલાં લઈ શકે તેની માહિતી આપશે. પીડિત આરોપીઓ સામે FIR કરી શકે છે. સક્ષમ ઓથોરિટી આ રિપોર્ટ ઉપર પગલાં લેશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ જજના ચેરમેન પદે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ આ રિપોર્ટ 22 ફેબ્રુઆરીએ કોર્ટમાં સીલ કવરમાં જમા કરાવ્યું હતું. આ મુદ્દે વધુ સુનાવણી 12 માર્ચે યોજાશે. ઉલ્લેખનીય છે કે, 22 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના એક સમાચાર અહેવાલમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની સાથે તેના જ બેચમેટ દ્વારા આચરવામાં આવેલું દુષ્કર્મ અને એક વિદ્યાર્થી સાથે થતાં જાતીય દુર્વ્યવહારને લઇને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પિટીશન હાથ ધરાઈ છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓની માનસિક અવસ્થા પર નકારાત્મક અસર થઈ છે.

સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે આ ઘટના પ્રકાશમાં આવી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હાઇકોર્ટે અગાઉની સુનાવણીમાં GNLUના હેડ અને રજિસ્ટ્રારને નોટિસ પાઠવી હતી. હાઇકોર્ટે GNLUને પીડિતોને ઓળખીને ગુપ્તતાના ધોરણે તેમના નિવદેન રેકોર્ડ કરવા કહ્યું હતું. જેમાં દુષ્કર્મ પીડિતા વિદ્યાર્થિનીનું નિવેદન GNLUના જ મહિલા પ્રોફેસર દ્વારા રેકોર્ડ કરવાના હતા. તેમજ GNLUની આંતરીક ફરિયાદ કમિટીના સભ્યોના નામ હાઇકોર્ટને આપવાના હતા.

જોકે, GNLU દ્વારા અપાયેલી માહિતી મુજબ કોઈ વિદ્યાર્થી ફરિયાદ નોંધાવવા આવ્યું નથી તેમ કહીને ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આથી હાઇકોર્ટે ઓર્ડર કર્યો હતો કે, તપાસ સમિતિમાં GNLUના સભ્યો ન હોવા જોઇએ. આ મુદ્દે હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ આ કેસની આગળની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત થયા હતા. જેમને જણાવ્યું હતું કે, કોર્ટના ગત આદેશ મુજબ નવેસરથી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નિવૃત્ત જજ હર્ષ દેવાની કમિટીના ચેરમેન છે. ઉપરાંત ગુજરાત માનવ અધિકારના સેક્રેટરી ભાર્ગવી દવે અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર ડો. સુરભી માથુર તેના સભ્ય છે.

આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટને સીલ કરવામાં હાઈકોર્ટ

સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ કોર્ટ મિત્રએ

જણાવ્યું હતું કે, ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીના બોક્સ પહેલા

શાળા કોલેજોમાં બહાર મુક્તા હતા. જ્યાં વિદ્યાર્થીઓને કોઈ

પરેશાની હોય તો તેની અંદર ફરિયાદ ચિઠ્ઠી નાખી શકતા

હતા. જોકે, હવે તે બોક્સ જોવા મળતા નથી. તેને લઇને

પણ સરકાર જવાબ રજૂ કરે.

અગાઉ કોર્ટને વધુમાં જણાવાયું હતું કે, દરેક વિધાર્થીને આ કમિટી વિશે જાણ કરાઇ છે. જેથી વિદ્યાર્થી આ ઘટનાની જાણ કમિટીને કરે. આ રજૂઆતમાં ગુપ્તતાના ધોરણો જળવાશે. આ માટે કમિટીના સભ્યોનું ઇ-મેઇલ આઇડી, મોબાઈલ નંબર અને રહેઠાણના એડ્રેસ પણ આપવામાં આવ્યા છે. તપાસ કમિટીના સભ્યો અને વિદ્યાર્થીઓ વચ્ચે GNLUના પ્રોફેસરો ઉપસ્થિત રહી શકતા નથી. વિદ્યાર્થીઓ કમિટીના સભ્યોને કેમ્પસની અંદર અને બહાર મળી શકે છે. વિદ્યાર્થીઓ સાથે કેમ્પસમાં બે વખત વાતચીત કરાઈ છે. વિદ્યાર્થીઓએ તપાસ કમિટીના સભ્યોના રહેઠાણ ઉપર જઈને પણ વાત કરી છે.

અગાઉની સુનાવણીમાં GNLU તરફથી જણાવાયું હતું કે, વિધાર્થીઓને હેરેસમેન્ટ અંગેની આંતરીક ફરિયાદ સમિતિ વિશે ખબર નથી. જે સંદર્ભે કોર્ટે વિધાર્થીઓને માહિતગાર કરવા જણાવ્યું હતું. જેમાં આજે કોર્ટને જણાવાયું હતું કે, દરેક વિધાર્થીને આ કમિટી વિશે જાણ કરાઇ છે. તેમજ કોર્ટના આદેશ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં આ કમિટીને કેટલી ફરિયાદ મળી અને શું પગલાં લેવાયા તેની માહિતી અપાઈ इती. ठेमां वर्ष 2018-19, 2019-20, 2020-21 अने 2021-22નો સમાવેશ થાય છે. આ રિપોર્ટ્સ UGCને મોકલી અપાયા છે. વર્ષ 2018-19માં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની 3 ફરિયાદ મળી હતી. તેમજ નવી ઇન્ટરનલ ફરિયાદ કમિટીની રચના કરાઈ છે.

અગાઉ GNLU તરફથી જણાવાયું હતું કે, વિધાર્થીઓને આંતરીક ફરિયાદ સમિતિ વિશે ખબર નથી. જે સંદર્ભે કોર્ટે વિધાર્થીઓને માહિતગાર કરવા જણાવ્યું હતું. GNLUના વકીલે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા તેના રજિસ્ટ્રારને કરવામાં આવી હતી. GNLUએ કમિટી બનાવી હતી અને વિધાર્થીઓને નિવેદન નોંધવા બોલાવ્યા હતા. પરંતુ કોઈ આવ્યું નહિ. દરેક વિદ્યાર્થિનીના પણ ઓન કેમેરા નિવેદન લેવા જણાવાયું હતું.

કોર્ટે કહ્યું હતું કે, દરેક વ્યક્તિને પૂછવાની જગ્યાએ જે ભોગ બન્યું છે તેને જ પૂછવામાં આવે. GNLUએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર કમિટી સમક્ષ આવ્યું નથી. કોર્ટે કહ્યું હતું કે, GNLUમાં આંતરીક ફરિયાદ કમિટીને છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી ફરિયાદ મળી, કેટલી સોલ્વ કરાઈ, કેવી રીતે ફરિયાદ મેળવાઈ તેનો રિપોર્ટ કોર્ટને આપશે. ભોગ બનનારને ફરિયાદ કરવી પણ સરળ નથી હોતી. આવી ફરિયાદ કોઈની સમક્ષ જાહેર ન થાય તેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. જો ફરિયાદ ન મળે તો માહિતીના આધારે સંસ્થાના વ્યવસ્થાતંત્ર એ જાતે તપાસ હાથ ધરવી જોઈએ.

GNLUના રજિસ્ટ્રારે ફાઈલ કરેલી એફિડેવિટમાં તેમને મળેલી માહિતીને આધારે તેમને યુનિવર્સિટીના મહિલા કર્મચારીને ગર્લ્સ હોસ્ટેલમાં જાતે તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. જો કે, કોઈ વિદ્યાર્થિનીને આવી કોઈ ઘટના બન્યાની માહિતી નહોતી. કોર્ટે કહ્યું હતું કે, અગાઉ અંજની સિંહ તોમરે જ યુનિવર્સિટી રજિસ્ટ્રારને રિપોર્ટ આપ્યો હતો. તેમને જ ફરી કમિટીના સભ્ય બનાવાયા છે. યુનિવર્સિટી આ ઘટનાને બહાર આવવા દેવા માંગતી નથી. છોકરીઓના ઓન કેમેરા નિવેદન લેવા યોગ્ય નથી. તેમના નિવેદન ખાનગીમાં લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com