અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ : ₹12.53 કરોડનાં 527 કામો મંજૂર કરાયાં

Spread the love

જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા,જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. તથા ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં

પ્રજાહિતને ધ્યાનમાં રાખી તાલુકા સ્તરેથી ઝીણવટપૂર્વક આયોજન કરવા મંત્રીએ સૂચન કર્યું

અમદાવાદ

અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, તથા સહ ઉપાધ્યક્ષ અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., મેયર શ્રીમતી પ્રતિભા જૈન ઉપરાંત જિલ્લાભરના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીર પટેલ સહિતના જિલ્લાના પદાધિકારીશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતાં વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સુપેરે થવું જોઈએ કે ખર્ચાયા વિનાનો એક પણ રૂપિયો પરત જમા ન કરાવવો પડે. આ ઉપરાંત પ્રજાહિતને ધ્યાને રાખી તાલુકા સ્તરેથી ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કર્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને પછાત વિસ્તાર સહિત વિવેકાધીન નગરપાલિકાનાં આયોજનો મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનાનું વર્ષ 2024-25નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.જિલ્લાના નવ તાલુકા અને છ નગરપાલિકાના મળી કુલ ₹12.53 કરોડનાં 527 કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં. જેમાં નવ તાલુકાના ₹ 1081.75 લાખના કુલ 506 કામો મંજૂર કરવામાં આવ્યાં. જ્યારે છ નગરપાલિકાના ₹ 171.33 કરોડનાં 21 કામો મંજૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 6 નગરપાલિકાને 25-25 લાખ લેખે કુલ 150 લાખનાં કામો વિવેકાધીન યોજના પેટે મંજૂર કરવામાં આવ્યાં છે.આ બેઠકમાં જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ અગાઉ મંજૂર થયેલાં કાર્યોની સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી. બાકી રહેલાં કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના જિલ્લા નિરીક્ષક શ્રી આર.એ.પટેલ તથા જિલ્લાના આયોજન અધિકારી ડો. શ્રદ્ધા બારોટ સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અમદાવાદના વિવિધ તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ અમદાવાદ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઑફિસરો સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com