સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યુ દિલ્હીના નામથી ન્યુઝ પેપરમાં જાહેરાત આપી લોકોને નોકરી અપાવવાના બહાને તેઓ પાસેથી છેતરપીંડી કરતી દિલ્હી ગેંગને પકડી લેતી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ

Spread the love

આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૫ તથા લેપટોપ નંગ-૧ કુલ્લે કિ.રૂ. ૪૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો

 

અમદાવાદ

છેલ્લા કેટલાક સમયથી ન્યુઝ પેપરમાં સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યુ દિલ્હીના નામથી ગુજરાતના દરેક જીલ્લામાં સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, કાર્યકર્તા અને સહાયક વિગેરે પોસ્ટ માટે અલગ-અલગ પગારથી ભરતી કરવાની જાહેરાત આપેલી અને આ જાહેરાતને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ જેવા સોશીયલ મીડીયામાં બહોળી પ્રસિધ્ધિ આપવામાં આવેલ અને આ જાહેરાત બાદ તેમાં આપવામાં આવેલ https://www.swasthyagraminkalyansansthan.com નામની વેબ સાઇટ ઉપર ગુજરાત તથા મધ્યપ્રદેશના ઘણા લોકોએ પોતાને નોકરી મળશે તેવી લાલચમાં આવીને ફોર્મ ભરેલા અને ત્યારબાદ ફી પેટે રાખેલ રકમ રૂ.૨૪૫૦ ઓન લાઇન ભરાવતા અને આ નોકરી ઇચ્છુક વ્યક્તિઓને ટ્રેનીંગમાં મોકલવાના છે તેમ જણાવી વધુ રકમની માંગણી કરતા હતા તે દરમ્યાંન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ, મદદનીશ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર બી.એમ.કાતરીયા તથા પો.સ.ઈ. કે.એલ.ખટાણાની ટીમ દ્વારા આ કામે ભોગબનનાર વ્યક્તિઓને શોધવા તેમજ છેતરપીંડી કરતા ઇસમો સુધી પહોંચવા તમામ માહિતીઓ એકત્રીત કરેલ જેમાં ભોગ બનેલ હોય તેવા વ્યક્તિઓના સંપર્ક કરી આ ઇસમોના ભોગ બનેલ હોય તેવા વ્યક્તિઓને જાણ કરતા તેઓએ આ બાબતે ક્રાઇમબ્રાંચ ખાતે ફરીયાદ આપતા (૧) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૪૦૦૨૪/૨૦૨૪ ઘી ઇપીકો કલમ- ૪૦૬,૪૨૦ ૧૨૦ (બી) મુજબ તથા (૨) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૪૦૦૨૫/૨૦૨૪ ધી ઇપીકો કલમ-૪૦૬ ૪૨૦ ૧૨૦ (બી) મુજબની ફરીયાદ દાખલ થયેલ. જે ગુનાઓની તપાસ પો.સ.ઇ. ડી.જે. લકુમ  કરી રહેલ છે. દરમ્યાન આ કામના આરોપીઓ (૧) અકરમ અસ્પાકહુસેન તુર્ક ઉવ.૪૯ રહે :સી/૧૧, ગલી નં-૨ જુના ગોબીનપુરા, પુર્વ દિલ્હી-૧૧૦૦૫૧. મુળ વતન ગામ-સોનકપુર, તા- સુઆર, જી-રામપુર ઉતરપ્રદેશ તથા (૨) મનોજકુમાર જયપ્રકાશ શર્મા ઉવ. ૫૨ હાલ રહે : બી/૩૩, કાલા એન્કલેવ, ગામ-ખોળા, તા.જી.ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ મુળવતન ગામ-બજહેરા તા.ધૌલાના જી.હાપુર ઉતરપ્રદેશ તથા (૩) શિવશંકર વૃંદાવન અવસ્થી ઉવ.૫૫ હાલ રહે : ધરમપાલ ચક્કીવાળાના મકાનમાં, વંદના એન્કલેવ, પોસ્ટ ઓફીસ સામે, ગામ-ખોળા, તા.જી.ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ મુળવતન દિપ્તીગંજ મંદીરવાળી ગલી બુલંદશહેર જી.બુલંદશહેર ઉતરપ્રદેશ નાઓ તપાસ દરમ્યાન મળી આવતા ગુનાના કામે પકડેલ. અને આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૫ તથા લેપટોપ નંગ-૧ કુલ્લે કિ.રૂ. ૪૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.આરોપીઓની પુછપરછ દરમ્યાન ગુજરાતના નાગરીકોને આ સંસ્થામાં અલગ-અલગ પોસ્ટ માટે નોકરી આપવાની જાહેરાત આપેલ અને આ માટે તેઓએ નીચે મુજબની સંસ્થાઓના નામ આપેલ જેમાં

(૧) સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન રજીસ્ટ્રેશન નં. DLO3456/91 હેડ ઓફીસ- એ/૧૧૩,નહેરૂ પેલેસ, કાલકાજી, ન્યુ દિલ્હી-૧૧૦૦૧૯.

(૨) ગ્રામીણ જન સ્વાસ્થ્ય સંસ્થાન રજીસ્ટ્રેશન નં. DL01323/88 હેડ ઓફીસ- એક્સ/૬૪, નહેરૂ પેલેસ, કાલકાજી, ન્યુ દિલ્હી-૧૧૦૦૧૯ એડ્રેસ-એફ/૪૪, બાદરપુર બોર્ડર ન્યુ દિલ્હી ૧૧૦૦૪૪ કોર્પોરેટ ઓફીસ- એચ.એન. ૨૨, સરાઈ જુલેના, એન.એફ.સી. ન્યુ દિલ્હી ૧૧૦૦૨૪ (૩) શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાન, એડ્રેસ- ૪૪, બાદરપુર બોર્ડર ન્યુ દિલ્હી ૧૧૦૦૪૪.

૪) ભારતીય કૃષિ ગ્રામીણ અનુસંધાન સંસ્થાન, રજીસ્ટ્રેશન નં.DL06301/98 તથા DL06001/98 હેડ ઓફીસ- બિલ્ડીંગ નં. એફ/૪૪, બાદરપુર બોર્ડર ન્યુ દિલ્હી ૧૧૦૦૪૪. (૫) રાષ્ટ્રીય ગ્રામીણ શિક્ષા મિશન, રજીસ્ટ્રેશન નં. DL06001/98 હેડ ઓફીસ- ડી/૮૨, નહેરૂપ્લેસ, ન્યુ દિલ્હી-૧૧૦૦૧૯.

(૬) રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ અનુસંધાન સંસ્થાન, રજીસ્ટ્રેશન નં. DL02048/90 હેડ ઓફીસ-એ/૮૭, આઠમો માળ, બિઝનેશ સેન્ટર, લક્ષ્મીનગર, શિવમંદીર પાસે, ન્યુ દિલ્હી -૧૧૦૦૯૨.

ઉપરોકત સંસ્થાઓમાં નોકરી મેળવવા ઇચ્છુક એવા સાડા છ હજારથી પણ વધુ ઉમેદવારો પાસેથી અઢાર લાખથી વધુની રકમ ફી પેટે મેળવેલ હોવાની કબુલાત કરેલ છે. જે અંગેની વધુ તપાસ તજવીજ પો.ઈ. બી.એમ.કાતરીયા તથા પો.સ.ઈ. ડી.જે. લકુમ ચલાવી રહેલ છે.

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ

અકરમ અસ્પાકહુસેન તુર્કની વિરૂધ્ધ અગાઉ ભોપાલ સાયબર સેલ પો.સ્ટે. ખાતે ૧૪૩/૨૦૨૧ ઇપીકો કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૮, ૪૭૧, ૩૪ આઈ.ટી.એકટ કલમ ૬૬ ડી મુજબનો ગુનો દાખલ થયેલ છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.