સર્વે કરીને યાદી તૈયાર કરવામાં આવી પરંતુ જમીન ધોવાણનું નુકશાન થયું છતાં સરકાર સહાય આપતી નથી : મુકેશ આંજણા
અમદાવાદ
ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને પરિસ્થિતિ ખૂબ જ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. ગુજરાતની અંદર બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ ખૂબ જ પ્રભાવિત હતા તેના લીધે ખેડૂતોને અનેક રીતે નુકશાન થયું હતું જેમાં જમીન અને ખેડૂતોને પાકનું ધોવાણ થયું હતું. સરકાર તરફથી જે પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય આપવામાં આવશે અને તેનાથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને ગમે તેટલું નુકશાન થયું હોવા છતાં સહાયથી વંચિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સરકારે ખેડૂતો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો છે, સરકારને સમાનનીતિ બનાવવી જોઈએ, આ સરકાર ખેડૂત વિરોધી છે તેવા આરોપ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ પત્રકાર પરિષદને સંબોધન કરતી વખતે કર્યા હતા. જયારે બિપરજોય વાવાઝોડ આવ્યા બાદ સરકાર તરફથી સર્વે કરવામાં આવેલ જેમાં જમીન ધોવાણ થયું તેની યાદી બનાવીને સરકારને સુપરત કરવમાં આવી હતી તેની અંદર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ગોટાળા કરવામાં આવ્યા છે ત્યારે બાદ યાદી જાહેર કરવામાં આવી હતી પણ સરકાર તાજેતરમાં કેરલા પરિપત્ર જાહેર કરીને જાણ કરી છે કે માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને બે હેક્ટર કરતા વધુ જમીન ધરાવતા ખેડૂતોને કોઈ પ્રકારની સહાય ચૂકવવામાં આવશે નહી. આ સરકાર ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખે છે. સરકારને જે ખેડૂતોને નુકશાન થયું છે તે તમામ ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ પરંતુ સર્વે કરીને જમીન ધોવાણ થયું છે તેની યાદી જાહેર કરવામાં આવી પરંતુ ખેડૂતો જોડે સરકારે મજાક કરીને માત્ર બે હેક્ટર જમીન ધરાવે છે તેઓને સહાય ચૂકવામાં આવશે તેવું પરિપત્રના આધારે કહેવામાં આવ્યું છે. બિપરજોય વાવાઝોડમાં સૌથી વધુ પ્રભાવિત ધાનેરા તાલુકાનું જડિયા ગામના ખેડૂતો અન્યાય કરવામાં આવ્યો.બિપરજોય વાવાઝોડ આવ્યું ત્યારે સૌથી વધુ નુકશાન ધાનેરા તાલુકાના જડિયા ગામને થયું હતું. કેટલાક ખેડૂતોને જમીનનું ધોવાણ મોટા પાયે નુકસાન થયું હતું પરંતુ સરકારે સર્વે કરીને યાદી તૈયાર કરી હતી જેમાં નામ હોવા છતાં કેટલાક ખેડૂતોને જમીન ધોવાણની સહાય મળશે નહીં તેના લીધે નિરાશ થયા છે. કેટલાક ખેડૂતોને આખા ખેતરો જમીન ધોવાણમાં તણાઈ ગયા હતા છતાં સરકારે કરેલા પરિપત્રમાં માત્ર બે હેક્ટર ધરાવતા ખેડૂતોને સહાય મળશે તેના લીધે ધરતી પુત્રોને મોટા-મોટા નેતાઓ આપેલા વાંચનો ઠાલા નીકળ્યા છે. ભૂતકાળમાં જયારે અતિશય ભારે વરસાદના કરણે ખેડૂતોને નુકશાન થયું હતું ત્યારે પણ પ્રતિ હેકટર પ્રમાણે સહાય ચૂકવવામાં આવી હતી. આ બિપરજોય વાવાઝોડામાં નુકશાન થયેલ છે જેમાં તમામ ખેડૂતોને પ્રતિ હેકટર પ્રમાણે ચોક્સનીતિ બનાવીને સહાય ચૂકવવી જોઈએ.દેશ-રાજ્યમાં હાલની સરકારની દમનકારી નીતિના કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન છે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા જણાવ્યું હતું કે દેશ-રાજ્યમાં હાલની સરકારની દમનકારી નીતિના કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન છે. આજે સરકારની ખૂબ જ ખરાબ નીતિના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે આવી ગયા છે. રાજ્યમાં આવેલ બિપરજોય વાવાઝોડના કરણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકશાન થયું હતું પણ સરકારે ખેડૂતોને સહાય અન્યાય કરવામાં આવી રહ્યો છે.