કોંગ્રેસ પક્ષની રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને દેશવાસીઓનું પ્રેમ અને સમર્થન, ગુજરાતમાં ૪ દિવસમાં ૭ જીલ્લાઓમાં ૪૦૦ થી વધુ કિ.મીનો પ્રવાસ,૬ પબ્લીક મીટીંગ, ૨૭ કોર્નર મીટીંગ, ૭૦ થી વધુ સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાઓનું આયોજન

Spread the love

અમદાવાદ

‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગેની વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ‘ભારત જોડો યાત્રા’ એ વિશ્વ વિક્રમ સર્જ્યો છે. ઘુંટણમાં ઈજાઓ હોવા છતાં આદરણીયશ્રી રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ પૂર્ણ કરી. ભારતભરમાંથી દેશવાસીઓનું શ્રી રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ-આગેવાનો અને ખાસ કરીને ગુજરાતના કાર્યકર્તાઓમાં થનગનાટ-ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સામાજિક, આર્થિક, રાજકીય એમ ત્રણ મહત્વના ન્યાયની વાત કરવામાં આવી છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૭મી માર્ચે ગુજરાતના દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે બપોરે ૩-૦૦ કલાકે પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં ૪ દિવસમાં ૭ જીલ્લાઓમાં ૪૦૦ થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં આદરણીયશ્રી રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસીક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન ૬ પબ્લીક મીટીંગ, ૨૭ કોર્નર મીટીંગ, ૭૦ થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન રાખેલ છે. દેશના લાખો બેરોજગારીના સંકટથી ઘેરાયેલો છે. દેશમાં પી.એચડી અને માસ્ટર ડીગ્રી ધરાવાતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં આવેદન કરી રહ્યા છે. બેરોજગાર યુવાન, દેવામાં તળે દબાતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય, ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઇ રહી છે. પ્રધાનમંત્રીશ્રી પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપતિ આપી રહ્યા છે. કોગ્રેસ પક્ષ દરેક નાગરીકોને શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય માટે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરશે. તેવી જ રીતે એસ.સી., એસ.ટી. અને ઓબીસી વર્ગને સતત અન્યાય થઇ રહ્યો છે. દેશનાં સંસ્થાનોમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ત્યારે સામાજિક ન્યાયનો મતલબ તેમની ગણતરી કરી તેમની વસ્તી આધારિત નિષ્પક્ષતાથી ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે.

ગુજરાત વિધાનસભા કોગ્રેસ પક્ષના નેતાશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતની જનતાને અવાજ ઉઠાવવામાં આવશે. મોઘાં શિક્ષણ લીધા પછી લાખો યુવાનો ગુજરાતમાં બેરોજગાર છે. અનેક યુવાનોએ શ્રી રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઇ રહ્યો હોવાને લઇને વિવિધ આદિવાસી સંગઠનો શ્રી રાહુલ ગાંધીને મળશે. સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ અને પ્રબુધ્ધ નાગરિકો ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાશે. ‘બેટી બચાવો’ના માત્ર નારા આપનાર ભાજપ સરકારના રાજમાં બહેન-દીકરીઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. ગુન્હેગારોને ભાજપ સંરક્ષણ આપી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દેશની બહેન-દીકરીઓને દરેક શ્રેત્રમાં સુરક્ષા સાથે સમાન ભાગીદારી સુનિશ્ચિત કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ થી મણીપુર શરૂ થઈ હતી. આ યાત્રા ૬૦ થી વધુ દિવસોમાં ૬૭૦૦ કિ.મી. નો પ્રવાસ કરશે. આ યાત્રા સમગ્ર દેશના ૧૧૦ જીલ્લાઓ, ૧૫ રાજ્યોને આવરી લેશે. બેરોજગાર યુવાન, દેવા તળે દબાતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય, ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઇ રહી છે. પ્રધાનમંત્રીશ્રી પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપતિ આપી રહ્યા છે. કોગ્રેસ પક્ષ દરેક નાગરીકોને શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય માટે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થભાઈ પટેલએ જણાવ્યું હતું કે ૧૦ તારીખે શ્રી રાહુલ ગાંધી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. વર્ષ ૧૯૨૨માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઇ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો. વર્ષ ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ આશ્રમમાં રહ્યા હતા. વર્ષ ૧૯૩૬થી ૧૯૪૧ સુધી મહાત્મા ગાંધીજી સ્વરાજ આશ્રમમાં એક એક મહિનો રહેતા હતા. શ્રી રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે અને ન્યાય માટેની લડાઈ માટે પ્રતિબદ્ધતા બતાવી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આગળ ધપાવશે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારએ જણાવ્યું હતું કે દેશના જુદા જુદા ગામડા, કસબા, અને શહેરોમાં જઇ રહેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હવે ગુજરાતમાં આવી રહી છે. જેમાં ગુજરાતની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવશે. અહિંસા, સત્ય, પ્રેમ અને સર્વધર્મ સમભાવનાં પૂજ્ય ગાંધીજીના મૂળ મૂલ્યોને ધ્યાને રાખી કોંગ્રેસ પક્ષ ભાજપની કુશાસનવાળી સરકારને લૂણો લગાડવાની કામગીરી કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન મહાશિવરાત્રી અને વિશ્વ મહિલા દિવસ આવતા વિશેષ આયોજન કરવામાં આવેલ છે. આદિવાસી સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ગુજરાતની અસ્મિતા ઓળખ સમાન રાસના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ગુજરાતમાં જમીન ગુમાવનારા આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે શ્રી રાહુલ ગાંધી સંવાદ કરશે.

‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગેની રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી રોહન ગુપ્તા, ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયા, શ્રી હિરેન બેંકર, ડૉ. અમીત નાયક, શ્રી રત્નાબેન વોરા ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com