રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાતા જરા ચેતજો! ગુરુગ્રામથી હેરાન કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. માઉથ ફ્રેશનર ખાઘા પછી પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં
ગુરુગ્રામથી હેરાન કરવા વાળો વીડિયો સામે આવ્યો છે. જેમાં રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાધા પછી તેમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. જો કે વીડિયો સામે આવતા પોલીસે રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હરિયાણાના ગુરુગ્રામમાંથી ચોંકાવનારા વીડિયોમાં રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાધા પછી 5 લોકોની હાલત બગડી. તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે રેસ્ટોરન્ટ સંચાલક વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને મામલાની તપાસમાં લાગી ગઈ છે.
વાત એમ છે કે, અંકિત કુમાર નામનો વ્યક્તિ તેની પત્ની અને મિત્રો સાથે પાર્ટી કરવા માટે ખેડીકીદૌલા સેક્ટર 90 સ્થિત લા-ફારેસ્ટા રેસ્ટોરન્ટમાં ગયો હતો. જમ્યા પછી રેસ્ટોરન્ટના સ્ટાફે તેને માઉથ ફ્રેશનર ઓફર કર્યું. ત્યારબાદ માઉથ ફ્રેશનર ખાધા પછી તમામની હાલત ખરાબ થવા લાગી હતી. તમામના લોકોના મોઢા માંથી લોહી આવ છતાં. રેસ્ટોરન્ટનો સ્ટાફ મદદ માટે આવ્યો ન હતો. તમામ લોકો ઉભા ઉભા તમાશો જોતા હતા. જો કે અંકિત કુમારની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.