એબીવીપીના 40 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા: આપ

Spread the love

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત થઈ રહી છે: આપ

અરવિંદ કેજરીવાલની યુવા અને શિક્ષણને લગતી કામગીરીથી પ્રેરિત થઈને અબીવિપીના 40 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા: આપ

અમદાવાદ

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત થઈ રહી છે. હાલ અમદાવાદ ખાતે થલતેજ વોર્ડના ઉપપ્રમુખ ચિરાગભાઈ દેસાઈ, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈ અને શિક્ષણ સેલના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ એબીવીપીના સેક્રેટરી પ્રતીક સોલંકી સહિત 40 જેટલા એબીવીપીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, શહેર સમિતિના ઉપપ્રમુખ અમિતભાઈ પંચાલ, શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ, અમિત પંચાલ, દીપકભાઈ દેસાઈ, કુલદિપભાઈ પટેલ, યુથ પ્રમુખ કશ્યપ પટેલ, CYSSના પ્રમુખ યાત્રિક પટેલ આ દરમિયાન હાજર રહ્યા હતા અને યુવાનોને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા.આજે યુવાનો રાજનીતિનો ખૂબ જ મહત્વનો ભાગ બન્યા છે. કારણકે આજે દેશમાં યુવાનોને લગતા અનેક મુદ્દાઓને લઈને યુવાનો વ્યથિત થયા છે. આજે ગુજરાતની સરકારી શાળાઓનું શિક્ષણ દિવસેને દિવસે કથડી રહ્યું છે, સાથે સાથે કોલેજો પણ પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ભણવા માટે દૂર જવું પડતું હોય છે. આ સિવાય પણ શાળા અને કોલેજોમાં શિક્ષકો અને પ્રોફેસરોની કમી હોવાના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર ખરાબ અસર પડી રહી છે. ત્યારબાદ જે યુવાનો કોલેજમાંથી નીકળીને રોજગાર શોધવા નીકળે છે, ત્યાં પણ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે આજે ગુજરાતમાં સરકારની નીતિઓના કારણે રોજગારો ઉપલબ્ધ નથી. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં શિક્ષણથી લઈને રોજગારી ક્ષેત્રે અનેક મોટા કામો કર્યા છે. અરવિંદ કેજરીવાલજીની આ કામગીરી થી પ્રેરિત થઈને અબીવિપીના 40 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com