Amc દ્વારા તા.૮ થી ૧૦ માર્ચ  દરમ્યાન સાબરમતી ઈવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવેલ  ફુડ ફેસ્ટિવલ-૨૦૨૪ અંતર્ગત આયોજનમાં જાહેર જનતા દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો

Spread the love

ફુડ ફેસ્ટિવલ દરમ્યાન જાહેર જનતાએ વધુમાં વધુ લાભ લીધેલ જે બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો : અંદાજીત સત્તર હજાર થી વધુ લોકોએ ફુડ ફેસ્ટિવલનો અભુતપુર્વ આનંદ માણ્યો

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.૦૮/૦૩/૨૦૨૪ થી તા.૧૦/૦૩/૨૦૨૪ દરમ્યાન ફુડ ફેસ્ટિવલ-૨૦૨૪ અંતર્ગત સાબરમતી ઈવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવેલ આયોજનમાં જાહેર જનતા દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફુડ ફેસ્ટિવલ દરમ્યાન ત્રણેય દિવસના પ્રોગ્રામ દરમ્યાન અંદાજીત સત્તર હજાર થી વધુ જાહેર જનતાએ પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ ફુડ ફેસ્ટિવલ નો અભુતપુર્વ આનંદ માણ્યો હતો. ફુડ ફેસ્ટિવલમાં સૌપ્રથમ વખત ભારતમાં વિશેષરૂપે ઉભા કરવામાં આવેલ સ્પીરીચીયલ પેવેલીયન, વેલનેસ પેવેલીયન અને રોયલ પેવેલીયનમાં નાગરીકો દ્વારા મોટી સંખ્યામાં આહલાદક ભોજનના સ્વાદનો આનંદ લીધેલ હતી. વધુમાં પ્રથમ વખત રજુ કરવામાં આવેલ થીમ ‘ફુલો કી હોલી પ્રોગ્રામ” અંતર્ગત વિશાળ જનમેદની દ્વારા ઉત્સાહપુર્વક ભાગ લઈ ધન્યતા અનુભવેલ. ફુડ ફેસ્ટિવલ દરમ્યાન ઉભા કરવામાં આવેલ કોફી પેવેલીયનમાં ઉમટી પડેલ જનમેદનીએ કોફીના ઉત્પાદનથી માડી વિવિધ પ્રક્રિયાની માહીતી મેળવી નિઃશુલ્ક વિવિધ કોફીનો સ્વાદ માણેલ જે થીમ અમદાવાદમાં સૌપ્રથમ વખત અપનાવવામાં આવેલ. ફુડ ફેસ્ટિવલ દરમિયાન રીજીયોનલ ફુડ કોર્ટ અને ટેસ્ટ ઓફ લકઝરી ફુડ કોર્ટમાં નામાંકિત હોટલ્સ તથા વિવિધ પ્રકારના ફુડ ઉત્પાદકો દ્વારા મુલાકાતીઓને ફુડ પીરસવામાં આવેલ જેનો મુલાકાતીઓ તથા સદર ફુડ સ્ટોલ્સ ધારકોને ધંધામાં સારો પ્રતિસાદ મળવાથી ખુશ-ખુશાલ જણાઈ આવેલ.તેઓ દ્વારા દર વર્ષે આવું આયોજન થાય તેવી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને વિનંતી કરી હતી.સાબરમતી ઈવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવેલ વિવિધ ફુડ ઉત્પાદકો કે જેઓ ભારત તથા ભારત બહારના આંતરરાષ્ટ્રીય કક્ષાના વિવિધ ખાધ્ય વાનગીઓ બનાવી લાઈવ શો દ્રારા, પેનલ ડિસ્કશન દ્રારા વિવિધ ફુડના અનુભવી નિષ્ણાંતો દ્રારા પધારેલ મુલાકાતીઓને ફુડ વિષેનું જ્ઞાન પીરસવામાં આવેલ.

ફુડ ફેસ્ટિવલ દરમ્યાન ઉભા કરવામાં આવેલ સ્ટેજ ઉપરથી રોક શો, વિવિધ ખ્યાતનામ ઓર્કેસ્ટા દ્રારા વિશાળ જનમેદનીને સંગીતના તાલે દ્રારા અદભુત મનોરંજન પુરૂ પાડવામાં આવેલા જેનો હાજર જનમેદનીએ ઉત્સાહ પુર્વક લાભ લીધેલ.ફુડ ફેસ્ટિવલ-૨૦૨૪ અંતર્ગત સાબરમતી ઈવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવેલ આયોજનનો જાહેર જનતાએ વધુમાં વધુ લાભ લીધેલ જે બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com