અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણના પ્રગતિ હેઠળના કાર્યની સમીક્ષા કરી હતી.આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલના ફર્સ્ટ ફેઝ અંતર્ગત કેનાલ ઉપર તૈયાર થયેલા રોડનું તેમજ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જલ્પા કો-ઓપરેટીવ સોસાયટી, નરોડા (ચેઈનેજ ૧૫૦૦)થી આશ્રય એપાર્ટમેન્ટ નિકોલ કેનાલ રોડ (ચેઈનેજ ૩ર૪૦)નો સમાવેશ થયો છે.આ અવસરે અમદાવાદનાં મેયર શ્રી સુશ્રી પ્રતિભાબેહેન જૈન, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, નરોડા ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી, ચીફ સેક્રેટરી શ્રી રાજકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન તેમજ નિકોલ અને નરોડા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.